હિન્દૂ કેલેન્ડર પ્રમાણે આ વર્ષે સોમવતી અમાસ 14 ડિસેમ્બર, સોમવારે ઉજવવામાં આવશે. પુરાણો અને શાસ્ત્રો પ્રમાણે, સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન-પુણ્ય અને દીપદાન કરવાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ દિવસે ગંગા કે અન્ય કોઇણપ પવિત્ર નદી કે જળકુંડમાં સ્નાન કરવું ફળદાયક હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે નદીઓમાં સ્નાન શક્ય ન હોય તો ઘરે જ સૂર્યોદય પહેલા નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકાય છે. માન્યતા છે કે સોમવતી અમાસના દિવસે આ કામ કરવાથી જીવનમાં સુખ-સૌભાગ્યનો વરસાદ થાય છે, તો કેટલાક કામ એવા પણ છે જે કરવાથી તમારા જીવનમાં દુઃખ વ્યાપી શકે છે. જાણો તેના વિશે વધુ...
14 December, 2020 08:22 IST |