મદાલસા શર્મા ચક્રવર્તી (Madalsa Sharma Chakraborty)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરી ઇન્ટ્રેસ્ટિંગ વાતો. કહ્યું ગીતા બાલી અને મિથુન ચક્રવર્તીની પુત્રવધુ હોવું એટલે શું? જણાવ્યું કે એક્ટ્રેસ મમ્મી શીલા શર્માએ કઇ ટિપ્સ આપી છે જે તેમને અભિનયમાં કરે છે હેલ્પ.
અમિત ટંડન, સ્ટેન્ડ અપ કૉમિકના વિશ્વમાં જાણીતું નામ છે. તેમણે કોર્પોરેટ જોબને આવજો કહીને કૉમેડીની સફર શરૂ કરી. તેમની કૉમેડી સ્ટાઇલ, આવનારા શોઝ અને ગમતા કૉમિક્સ વિષે વાત કરી તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે.
ભવ્ય ગાંધી એ તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપુ તરીકે `વર્લ્ડ ફેમસ` છે એમ કહેવામાં જદરાય અતિશયોક્તિ નથી. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોનો આટલો લાંબો સમય ભાગ રહેવાથી તેમને શું મળ્યું તેની તો ચર્ચા કરી જ પણ સાથે તેમને મળતા અઢળક અટેન્શન અંગે અને તે સિંગલ છે કે નહીં તે અંગે પણ વાત કરી.
દેવેન ભોજાણી મજાના અભિનેતા છે, તેમના પાત્રને તે એવી રીતે આત્મસાત કરે છે કે ન પૂછો વાત. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તે પોતાનાં બા સાથે કેટલા નિકટ છે અને પરિવાર સાથેની ક્ષણો કઇ રીતે તેમને માટે સૌથી અગત્યની છે. જુઓ ખુલ્લા મને થયેલો આ સંવાદ.
માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
ક્રિષ પાઠકે (Krish Pathak) બંદી યુદ્ધ કે સિરીઝમાં રોલ કર્યો, અને હવે તે એક્ટિંગના કૌવતને વધુ ધારદાર બનાવી પોતાનું કરિયર બનાવવા માંગે છે. તે પોતાના પિતા સુનિલ લાહિરી એટલે કે લક્ષ્મણ માટે લોકોના ફેન ફોલોઇંગથી આશ્ચર્યમાં છે. જાણીએ આ યંગ ક્યૂટ એસ્પાયરિંગ એક્ટર વિશે વધુ.
રૂષદ રાણા (Rushad Rana)ને તાજેતરમાં જ અનુપમા સિરીયલમાં એક મહત્વનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો. લૉકડાઉનમાં શૂટ પર જવાની ફિલીંગથી માંડીને જ્યારે તે 90ના દાયકામાં હાઇસ્કૂલ સિરીયલ હિપ હિપ હુર્રેમાં આવતા રૂષદ રાણાએ જ્યારે માંડીને વાત કરી ત્યારે જાણવા મળ્યું તેમનું અમદાવાદ કનેક્શન.
ગુજરાતી છોકરો વત્સલ શેઠ જ્યારે ઇશિતા દત્તાના પ્રેમમાં પડીને ફટાફટ પરણી ગયો ત્યારે લોકોને નવાઇ તો લાગી હતી, પણ તેની પાછળનું કારણ ગુજરાતીઓ સારી રીતે સમજી શકે. જુઓ આ ઇન્ટરવ્યુ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK