સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ખતરનાક સ્ટન્ટ્સથી ભરેલા આ રિયલિટી શોનો આરંભ થઈ ગયો છે
રોહિત શેટ્ટીએ કરી ‘ખતરોં કે ખિલાડી 12’ની શરૂઆત
રોહિત શેટ્ટીએ ‘ખતરોં કે ખિલાડી 12’ની દિલધડક અંદાજમાં શરૂઆત કરી છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ખતરનાક સ્ટન્ટ્સથી ભરેલા આ રિયલિટી શોનો આરંભ થઈ ગયો છે. શોનું ટાઇટલ જીતવા માટે સેલિબ્રિટીઝ તનતોડ મહેનત કરવાની છે. શોમાં રૂબીના દિલૈક, પ્રતીક સહેજપાલ, શ્રીતી ઝા, નિશાંત ભટ્ટ, ફૈઝલ શેખ, શિવાંગી જોશી, જન્નત ઝુબેર, તુષાર કાલિયા, મોહિત મલિક, એરિકા પૅકાર્ડ, ચેતના પાન્ડે, કનિકા માન, અનેરી વજાણી અને રાજીવ અદાતિયા સ્ટન્ટ્સ કરતાં જોવા મળશે. આ શો આવતા મહિનેથી કલર્સ પર જોવા મળશે. રોહિત શેટ્ટી આઠમી વખત આ શોને હોસ્ટ કરવાનો છે. શોની શરૂઆત થઈ હોવાની જાણકારી રોહિતે એક અનોખા અંદાજમાં કરી છે. હેલિકૉપ્ટર ઊંચે ઊડી રહ્યું છે અને તે બહાર ઊભો છે એવી ક્લિપ શૅર કરી છે. આ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રોહિતે કૅપ્શન આપી હતી, ‘સમય આવી ગયો છે પાગલપંતી કરવાનો, જંગલી બનવાનો અને રિયલ સ્ટન્ટ કરવાનો. ‘ખતરોં કે ખિલાડી’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.’