માહીએ ગરુડા ઍરોસ્પેસ નામની ડ્રોન-ઍઝ-અ-સર્વિસ (ડીએએએસ)માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે
					
					
ધોની
ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા અને આઇપીએલમાં હજી એક-બે સીઝન રમવા તત્પર મહેન્દ્ર સિંહ ધોનીના હેલિકૉપ્ટર શૉટથી સૌકોઈ પરિચિત છે, પણ નવાઈની વાત એ છે કે તેણે હવે ‘ડ્રોન-શૉટ’ની પણ તૈયારી કરી લીધી છે. વાત એમ છે કે માહીએ ગરુડા ઍરોસ્પેસ નામની ડ્રોન-ઍઝ-અ-સર્વિસ (ડીએએએસ)માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તે આ કંપનીમાં શૅરહોલ્ડર હોવા ઉપરાંત એનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર પણ છે. જોકે આઇએએનએસના અહેવાલ મુજબ તેની બ્રૅન્ડ ઍન્ડોર્સમેન્ટ ડીલ વિશેની વિગતો જાહેર નથી કરવામાં આવી.
ગરુડાના ઉત્પાદનને લગતા યુનિટોનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉદ્ઘાટન કર્યું હતું. ગરુડા ઍરોસ્પેસ પાસે ૩૦૦ ડ્રોન અને ૫૦૦ પાઇલટ છે અને આ કંપનીનાં ડ્રોન ૨૬ શહેરોમાં કાર્યરત છે.
		        	
		         
        

