મહેશ ભટ્ટની ફિલ્મમાં જાસ્મિન ભસીન કામ કરવાની છે. તે ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી.
જાસ્મિન ભસીન
મહેશ ભટ્ટની ફિલ્મમાં જાસ્મિન ભસીન કામ કરવાની છે. તે ‘ટશન-એ-ઇશ્ક’ અને ‘દિલ સે દિલ તક’માં પણ જોવા મળી હતી. ત્યાર બાદ તે ‘બિગ બૉસ’માં પણ દેખાઈ હતી. મ્યુઝિક વિડિયોમાં દેખાયા બાદ તે હવે ફિલ્મમાં કરીઅર બનાવવા જઈ રહી છે. જાસ્મિનના ફૅન્સ પણ જાણે છે કે તે ગિપ્પી ગ્રેવાલની ‘હનીમૂન’ દ્વારા ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે પચીસમી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. હવે તે મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ અનટાઇટલ ફિલ્મને મનીષ ચવાણ ડિરેક્ટ કરશે. ફિલ્મમાં અન્ય કયા કલાકારો હશે, ફિલ્મ કેવા પ્રકારની હશે એની માહિતી હજી નથી મળી, પણ એવું જાણવા મળ્યું છે કે જુલાઈના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. તેના કૅરૅક્ટર વિશે હજી નથી જાણવા મળ્યું. જાસ્મિનનો રોલ તેના ફૅન્સને સરપ્રાઇઝ આપશે. તે પણ આ ફિલ્મ માટે એક્સાઇટેડ છે અને તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે.