પહેલાં સૌરાષ્ટ્રએ ૮ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા એમાં વિકેટકીપર શેલ્ડન જૅક્સનના ૧૩૪ રન હતા. ફાઇનલમાં હિમાચલનો મુકાબલો તામિલનાડુ સાથે થશે.
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્ર ગઈ કાલે વિજય હઝારે ટ્રોફી વન-ડે ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં જીતવા ફેવરિટ હતું, પરંતુ તામિલનાડુ છેલ્લા બૉલમાં જીતી ગયું હતું. વિજય શંકરના સુકાનમાં તામિલનાડુએ ૩૧૧ રનનો ટાર્ગેટ ૫૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે (૩૧૪/૮) મેળવી લીધો હતો. ઓપનર બાબા અપરાજિતે ૧૨૪ બૉલમાં ૧૨૨ રન અને તેના જોડિયા ભાઈ બાબા ઇન્દ્રજિતે ૫૦ તેમ જ વૉશિંગ્ટન સુંદરે ૭૦ તથા દિનેશ કાર્તિકે ૩૧ અને શાહરુખ ખાને ૧૭ રન બનાવ્યા હતા. ચેતન સાકરિયાનો પાંચ વિકેટનો તરખાટ પાણીમાં ગયો હતો. એ પહેલાં સૌરાષ્ટ્રએ ૮ વિકેટે ૩૧૦ રન બનાવ્યા હતા એમાં વિકેટકીપર શેલ્ડન જૅક્સનના ૧૩૪ રન હતા. ફાઇનલમાં હિમાચલનો મુકાબલો તામિલનાડુ સાથે થશે.