આઇપીએલની ટીમનો રેવન્યુ છેલ્લાં ૭ વર્ષમાં ૧૦ ટકાથી વધુ રહ્યો છે
પ્રતીકાત્મક તસવીર
છેલ્લાં ૭ વર્ષમાં જાણીતી ફુટબૉલ ટીમો જેવી કે મૅન્ચેસ્ટર યુનાઇટેડ, જુવેન્તસ અને બોરુસિયા ડોર્ટમન્ડ જેવી ટીમનો રેવન્યુ સીએજીઆરએસ અનુક્રમે ૧.૧ ટકા, ૪.૭ ટકા અને ૪ ટકા રહ્યો હતો, તો પ્રાઇઝ ટુ સેલ્સ ૨.૪ X, ૧.૬ X અને ૧.૧ X કહ્યો હતો. એનાથી વિપરીત આઇપીએલની ટીમનો રેવન્યુ છેલ્લાં ૭ વર્ષમાં ૧૦ ટકાથી વધુ રહ્યો છે. આમ એ ફુટબૉલ ટીમ કરતાં વધારે છે અને એને માટે આવકમાં સતત વધારો અને વધતી જતી વ્યુઅરશિપ જવાબદાર છે એમ એલારા સિક્યૉરિટીઝ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું.
આઇપીએલની ટાઇટલ સ્પૉન્સરશિપ હાલમાં તાતા ગ્રુપ પાસે છે, જેણે છેલ્લાં ૧૫ વર્ષમાં સીએજીઆરમાં ૧૯.૩ ટકાનો વધારો દેખાડ્યો છે, જેમાં દર વર્ષે ૫.૬ અબજ રૂપિયાનો વધારો થયો હતો. મુંબઈ ઇન્ડિયન્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમે છેલ્લાં ૭ વર્ષમાં સીએજીઆરમાં ૧૧થી ૧૪ ટકાનો વધારો દેખાડ્યો છે. મીડિયા રાઇટ્સની કિંમતમાં વધારો થતાં આ કિંમતમાં હજી વધારો થશે. મીડિયા રાઇટ્સ આ ત્રણેય ટીમની આવકનો મોટો હિસ્સો છે.