મુંબઈ સામેની કરો યા મરો મૅચમાં તે હારી ગઈ હતી
IPL 2022
મિશેલ માર્શ
ઑસ્ટ્રેલિયાના ક્રિકેટર મિશેલ માર્શે સ્વિકાર્યુ હતું કે દુ:ખની વાત એ છે કે એમની ટીમ દિલ્હી કેપિટલ્સ આ સિઝનમાં આઇપીએલના પ્લેઓફમાં સ્થાન ન મેળવી શક્યુ. મુંબઈ સામેની કરો યા મરો મૅચમાં તે હારી ગઈ હતી. દિલ્હીની ટીમે છેલ્લી મૅચમાં રોહિતની ટીમને હરાવવાની હતી પરંતુ ટીમ પાંચ વિકેટથી હારી ગઈ અને આઇપીએલમાંથી બહાર થઈ ગઈ. માર્શે કહ્યું કે શરૂઆતમાં હું કોરોનાનો શિકાર થયો પરંતુ છેલ્લી પાંચ મૅચમાં દિલ્હી તરફથી શાનદાર પ્રદર્શન કર્યુ હતું. આ દુ:ખની વાત છે કે અમે ફાઇનલમાં ન પહોંચી શક્યા.’