એકલી પડી ગયેલી મમ્મીઓ માટે બ્રાઝિલિયન સંગીતકારે કરી ટ્રક-કૉન્સર્ટ
બ્રાઝિલિયન સંગીતકારે કરી ટ્રક-કૉન્સર્ટ
કોરોના વાઇરસના લૉકડાઉન તેમ જ અન્ય કારણસર ઘરોમાં એકલી રહેતી આધેડ કે વૃદ્ધ માતાઓની મધર્સ ડેની ઉજવણી આનંદમય બને એ માટે બ્રાઝિલના સાઓ પાઓલો શહેરમાં અનોખી મ્યુઝિક કૉન્સર્ટ ભજવાઈ હતી. સાઓ પાઓલોના રહેવાસીઓ પાઓલોસ્તિનોઝ નામે ઓળખાય છે અને પાઓલોસ્તિનોઝ મધર્સ ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવા માટે જાણીતા છે. જાણીતા સંગીતકાર રૉડ્રિગો કુન્હા પણ એવા પાઓલોસ્તિનો છે. મધર્સ ડે પૂર્વે રૉડ્રિગો કુન્હાને એકલી પડેલી માતાઓનો વિચાર આવ્યો હતો. એ માતાઓને ખુશ કરવા માટે હાઇવે પર મર્સિડીઝ બેન્ઝની ટ્રક પર ચડીને કુન્હાએ ગીતો ગાયાં હતાં. એ વખતે તેના ચહેરા પર પ્લાસ્ટિકનો માસ્ક લગાડેલો હતો. પિયાનો વગાડતાં-વગાડતાં રૉડ્રિગોએ ગાયેલાં સરસમજાનાં કમ્પોઝિશન્સ સેંકડો લોકોએ તેમના ઘરની બારીમાં ઊભા રહીને માણ્યાં હતાં.