ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર સોશ્યલ મીડિયા પર ઘણા ઍક્ટિવ રહે છે
Offbeat
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્ર સોશ્યલ મીડિયા પર ઘણા ઍક્ટિવ રહે છે તથા દેશની પ્રતિભાને હંમેશાં પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં તેમણે તેમના ઑફિશ્યલ ટ્વિટર અકાઉન્ટ પર ફળ તોડવા માટે તૈયાર કરાયેલા જુગાડ ટૂલનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં કેવી રીતે આ ટૂલ તૈયાર કરાયું છે એ પણ દર્શાવાયું છે. અત્યાર સુધી આ વિડિયોને ૪૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. વિડિયોમાં એક પ્રૌઢ વ્યક્તિ પ્લાસ્ટિકની ખુલ્લા મોઢાવાળી બૉટલ સાથે જોડાયેલી લાંબી લાકડીની મદદથી વૃક્ષ પરથી ફળ તોડી રહ્યો છે. વૃક્ષ પર લટકેલા ફળ પાસે પહોંચીને એ વ્યક્તિ બાટલીના છેડા સાથે જોડાયેલી એક દોરી ખેંચે છે જેની સાથે ફળ તૂટીને બાટલીમાં પડે છે. વિડિયોની કૅપ્શનમાં આનંદ મહિન્દ્રએ લખ્યું છે, ‘આ કોઈ ધરતીને હચમચાવનારી શોધ નથી, પરંતુ દેશમાં વધતા જતા ટિન્કરિંગ કલ્ચરને દર્શાવે છે. આવા રચનાત્મક લોકો સંશોધનનાં ટાઇટન્સ બની શકે છે.