ઘરમાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ હોવાથી એ દરમ્યાન કાચબો ગુમ થયો હોવાનું પરિવાર માનતો હતો
Offbeat
મૅન્યુએલા નામનો માદા કાચબો પરિવાર સાથે
બ્રાઝિલમાં નથાલી ડી અલ્મીડિયાની માતાએ ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં ખરીદેલો મૅન્યુએલા નામનો માદા કાચબો લગભગ ૧૯૮૨થી ગુમ થયો હતો, જે તાજેતરમાં પરિવારના ઘરના માળિયામાંથી મળ્યો હતો. નથાલી જણાવે છે કે તેની મમ્મી આઠ વર્ષની હતી ત્યારે આ કાચબો ગુમ થયો હતો. ઘરમાં ઇલેક્ટ્રિકનું કામ ચાલુ હોવાથી એ દરમ્યાન કાચબો ગુમ થયો હોવાનું પરિવાર માનતો હતો. જોકે કાચબો મળ્યાના લગભગ ત્રણ દસકા પછી જ્યારે મહિલાના પતિનું નિધન થયું ત્યારે ૨૦૧૩માં તેની વસ્તુઓની સફાઈ કરતી વખતે જૂના લાકડાના સ્પીકરના બૉક્સની અંદરથી કાચબો જીવતો મળી આવ્યો હતો. એમ મનાય છે કે લાકડાના બૉક્સમાં ઊછરી રહેલી ઊધઈના લાર્વા (ઈંડાં) ખાઈને એ જીવતો રહ્યો હશે. જોકે કાચબો મળ્યાનાં દસ વર્ષ પછી આ વાતને આગળ વધારતાં જણાવાયું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન નિયમિત પશુચિકિત્સા તપાસ દરમ્યાન જણાયું હતું કે ભાગ્યશાળી કાચબો ખરેખર નર છે આથી હવે એને મૅન્યુઅલ કહેવામાં આવે છે. આ કાચબો મળી આવતાં આ પરિવારમાં ખૂબ જ ખુશી છવાઈ ગઈ હતી.