કોઈ વ્યક્તિ સિગરેટનો એક કશ લે છે તો 7000 કેમિકલ્સ લંગ્સમાં પ્રવેશે છે અને શરીરના બીજા ભાગમાં ફેલાય છે. આમાં 69 કમ્પાઉન્ડ્સ એવા હોય છે, જે કેન્સર ફેલાવવામાં મહત્વના હોય છે.
World No Tobacco Day
તસવીર સૌજન્ય મિડ-ડે
ઘણાં લોકો માને છે કે લંગ્સ અને મોઢાનાં કેન્સર માટે તમાકુ મુખ્ય કારણ છે. જો કે, તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 16 પ્રકારના કેન્સર છે, જેમનું મુખ્ય કારણ તમાકુ અને સ્મૉકિંગ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ સિગરેટનો એક કશ લે છે તો 7000 કેમિકલ્સ લંગ્સમાં પ્રવેશે છે અને શરીરના બીજા ભાગમાં ફેલાય છે. આમાં 69 કમ્પાઉન્ડ્સ એવા હોય છે, જે કેન્સર ફેલાવવામાં મહત્વના હોય છે.
ધૂમ્રપાન થકી થનારા 16 પ્રકારના કેન્સર
ADVERTISEMENT
લન્ગ કેન્સર
માઉથ, થ્રોટ, નૉઝ અને સાઈનસ કેન્સર
એસોફેગસ કેન્સર
બ્લેડર, કિડની અને યૂરેટર કેન્સર
પેન્ક્રિયાઝ કેન્સર
સ્ટમક કેન્સર
સ્ટમક કેન્સર
લીવર કેન્સર
સર્વિક્સ એન્ડ ઓવરી કેન્સર
બાઉલ કેન્સર
એક્યૂટ માઇલૉઈડ લ્યૂકેમિયા
મોઢાના કેન્સરનું મખ્ય કારણ તમાકુ છે
60 ટકા ઓરલ કેવિટી અને ફૉરિંક્ કેન્સર
77 ટકા લૉરિંક્સ કેન્સર
60 ટકા એસોફેગલ કેન્સર કેસ
8માંથી એક કેન્સર સ્મૉકિંગને કારણે થાય છે.
5માંથી એત કેન્સરતી થનારા મોતનું કારણ સ્મૉકિંગ છે.
1 સિગરેટનો કશ 7000 કેમિકલ્સને શરીરની અંદર લઈ જાય છે.
6 કલાક લાગે છે એક સિગરેટ પીધા પછી શરીરને રિકવર થવામાં.
15,389 કેન્સર કેસ દરવર્ષે આવે છે સ્મૉકિંગને કારણે.
61 ટકા સુધી સ્ટમક કેન્સરની શક્યતા વધારી દે છે સ્મૉકિંગ
69 જુદાં જુદાં કેમિકલ્સનું કારણ બને છે.
ધૂમ્રપાનની આદત પર આ રીતે મેળવો કાબૂ
-પાર્ટીઝ કે ક્લબમાં કે પછી જ્યારે તમે સ્ટ્રેસમાં હોવ છો તો ધૂમ્રપાનની ખૂબ જ વધારે ઇચ્છા થતી હોય છે. તો સૌથી પહેલા પોતાના ટ્રિગર્સને ઓળખવા અને પછી સિગરેટ પીધા વગર તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો.
-તમાકુની તલબને દૂર કરવા માટે ફિઝિકલ એક્ટિવિટીઝ એક ખૂબ જ સારી રીત છે. થોડી કસરત, જેમ કે, સીડીઓ ચડવી-ઉતરવી, દોડવું, યોગ, કાર્ડિયો કરવાથી સિગરેટ પીવાની ઇચ્છા પર મોટાભાગે કાબૂ મેળવી શકાય છે.
- આ સિવાય, જ્યારે ધૂમ્રપાનની ઇચ્છા હોય તો યાદ રાખવું કે આ 5થી 10 મિનિટની અંદર ગાયબ પણ થઈ જાય છે. તો માત્ર આને કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવાનો છે.