વડોદરાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર બીજેપીનાં ઉપપ્રમુખ સુનીતા શુક્લએ આ લગ્નને સામાજિક દૂષણ ગણાવીને વડોદરાના કોઈ પણ મંદિરમાં તેનાં લગ્ન ન થવા દેવાની કરી જાહેરાત
ક્ષમા બિંદુ (ફાઈલ તસવીર)
વડોદરા રહેતી ૨૪ વર્ષની ક્ષમા બિન્દુ પોતાની જાત સાથે લગ્ન કરવા જઈ રહી છે ત્યારે તેનાં લગ્ન સામે વડોદરામાં વિરોધ થયો છે. વડોદરાનાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર બીજેપીનાં ઉપપ્રમુખ સુનીતા શુક્લએ આ લગ્નનો વિરોધ કર્યો છે અને એને સામાજિક દૂષણ ગણાવીને વડોદરાના કોઈ પણ મંદિરમાં તેનાં લગ્ન નહીં થવા દેવાની જાહેરાત કરી છે.
સુનીતા શુક્લએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ લગ્ન ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે. જો મંદિરોમાં આ એક છોકરી આવું કરે તો વડોદરાના અને દેશના બીજા યુવા ધનને વિકૃત બનાવવાનું કામ તે કરી રહી છે. વડોદરા શહેરના કોઈ પણ મંદિરમાં તેનાં લગ્ન નહીં થવા દઉં. ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવાનું આ કામ છે.’