ડૉગ પેડલ સર્ફ રેસનું આયોજન કરનારા ગ્રુપ ડૉગફ્લોસ્પોર્ટ્સે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ડૉગના માલિકોએ તેમના ડૉગીને આપેલી તાલીમની કસોટી હતી
Offbeat
ડૉગ પેડલ સર્ફ રેસ
સ્પેનમાં યોજાયેલી ડૉગ પેડલ સર્ફ રેસમાં લગભગ ડઝનેક ડૉગીઓએ તેમના માલિકો માટે તેમની સાથે પેડલબોટની સવારી કરી હતી.
સ્પેનમાં બાર્સેલોનાની ઉત્તરે અલ મસ્નોઉમાં રવિવારે યોજાયેલી આ ઇવેન્ટમાં ડૉગીના માલિકો પેડલબોટ પર લગભગ એક માઇલનું અંતર કાપે ત્યાં સુધી તેમના પાળેલા ડૉગીઓએ પેડલબોટ પર શાંતિથી બેસી રહેવું જરૂરી હતું. ડૉગ પેડલ સર્ફ રેસનું આયોજન કરનારા ગ્રુપ ડૉગફ્લોસ્પોર્ટ્સે જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ડૉગના માલિકોએ તેમના ડૉગીને આપેલી તાલીમની કસોટી હતી, કેમ કે માલિકોએ તેમના ડૉગીઓને પાણીમાં કૂદી જવાની લાલચનો પ્રતિકાર કરવામાં મદદ કરવાની હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ આ પ્રકારની પ્રથમ ઇવેન્ટ હતી, તેઓ આશા રાખે છે કે દર વર્ષે આ પ્રકારની રેસનું આયોજન થશે.