Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મસુરીની એક સાંજે ધર્મિષ્ઠા પટેલ

ચાલો ફરવાઃ કેદાર કંઠાના ટ્રેકમાં જોઇ ઝેરીલી નદી અને ભાન ભૂલાવે તેવું સૌંદર્ય

ચાલો ફરવાઃ જ્યારે એક પત્રકાર ટ્રેકર બને ત્યારે- એક ખાસ નવી પેશકશ ગુજરાતી મિડ-ડે ડૉટ કોમના વાચકો માટે.  ધર્મિષ્ઠા પટેલ, એક ધુંઆધાર પત્રકાર રહી ચુક્યાં છે. તે જેમ કહે છે કે ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે બહુ પ્રવાસ ન ખેડ્યો. પત્રકારત્વમાં રસ પડ્યો અને થયું કે પત્રકાર બને તો ટ્રાવેલિંગ કરવા પણ મળશે. ગુજરાતના પત્રકારત્વમાં ટ્રાવેલ જર્નાલિઝમ જેવું કંઈ નહોંતુ. એન્ટરટેઈમેન્ટ રિપોર્ટિંગ દરમિયાન અલગ અલગ શહેરમાં જવાનો મોકો મળતો ત્યારે તે જે તે શહેરમાં જરા રોકાણ લંબાવી તે સ્થળને એક્સપ્લોર કરતાં. 2013 અને 2014માં બે વાર ‘વેલી ઑફ ફ્લાવર્સ’નો ટ્રેક બુક કર્યો પણ ઉત્તરાખંડમાં તે જ જગ્યાએ ભૂસ્ખલન થયું હતુ તો બન્ને વાર ટ્રેક કેન્સલ થયો. ` તેમના જ શબ્દોમાં તેમની વાત જાણીએ તો, “ એક સમય એવો આવ્યો કે હું પત્રકારત્વના કામમાં એટલી વ્યસ્ત થઈ કે આ શોખ જાણે ક્યારે અભરાઈયે મુકાઈ ગયો ખબર ન પડી. તમે ખરા દિલથી કંઇ ચાહો તે એ થાય જ, એ માટે પરિસ્થિતિઓ પણ સર્જાય. કામની વ્યસ્તતાએ એવી સ્થિતિ સર્જી કે મને કામમાંથી બ્રેક લેવાનું મન થયું. ત્યારે વર્ષોથી મનના ક્યાંય ખૂણામાં પડેલી ટ્રેકિંગની ઈચ્છાને ફરી પુરી કરવાનું મન થયું.” તેઓ કહે છે, “મેં જ્યાં શોખને છોડ્યો હતો ત્યાંથી જ શરુ કર્યો એટલે કે ‘વેલી ઑફ ફ્લાવર્સ ’વર્ષ 2017માં મેં મારો પહેલો હિમાલયન ટ્રેક ‘વેલી ઑફ ફ્લાવર્સ’ કમ્પ્લિટ કર્યો. ત્યારે મને ટ્રાવેલિંગ જેટલી જ કદાચ એના કરતા વધુ મજા પડી. કેમ કે ટ્રેકિંગમાં થોડી ધણી ચેલેન્જ હોય છે. આ રીતે મે ટ્રેકિંગ શરુ કર્યુ. ટ્રેકિંગના શોખને લીધે મે હિમાલયન માઉન્ટેનયરિગં ઈન્સ્ટિટ્યુટ (એચએમઆઈ) માંથી બેઝિક માઉન્ટેનયરિંગનો કોર્સ પણ કર્યો. તાજેતરમાં જ મેં માઉન્ટ રીનોક એક્સપિડિશન પણ કમ્પલિટ કર્યુ છે.” ધર્મિષ્ઠા પટેલે વર્ષ 2009માં મે ગુજરાત વિદ્યાપીઠમાંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં માસ્ટર કર્યું. વર્ષ 2010થી 2022 દરમિયાન અભિયાન મેગેઝિન, સંદેશ અને દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં રિપોર્ટર તરીકે ફીચર, એન્ટરટેઈમેન્ટ, ક્રાઈમ, કોર્ટ, સ્પેશિયલ સ્ટોરી અને પૉઝિટીવ સ્ટોરીઝ જેવાં બીટમાં કામ કર્યુ. વીટીવી વેબસાઈટમાં મે એઝ સબએડિટર નેશનલ અને ઈન્ટરનેશન ન્યૂઝ બીટ સંભાળીને જ્યારે મુંબઇ શિફ્ટ થયા પછી વીટીવી માટે ફ્રિલાન્સ કામ કર્યું. હાલ ફુલટાઈમ એક જ નોકરી કરે છે તે છે - ટ્રાવેલિંગ. તેમણે પોતાના આ અનુભવો ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે શૅર કરવાનું નક્કી કર્યું છે. તેમની કહાની, તેમની જુબાની અને તેમના કેમેરાએ ક્લિક કરેલી અફલાતુન તસવીરો પેશ છે ખાસ તમારે માટે. (તસવીરો - ધર્મિષ્ઠા પટેલ)

20 September, 2022 02:51 IST | Mumbai | Sarita Joshi
ગોકુલધામ પેલેસ રેસ્ટૉરન્ટના ઑનર ભાસ્કર રાઉત પત્ની યોગિતા રાઉત સાથે...

TMKOC ફેમ ગોકુલધામમાં તમારે પણ જઈને જમવું છે, તો નોંધી લ્યો સરનામું

લોકપ્રિય કૉમેડી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે. શૉના બધા જ પાત્રો પોત-પોતાના અંદાજમાં પોતાની એક આગવું સ્થાન લોકોના મનમાં ધરાવે છે. તારક મેહતાની ગોકુલધામ સોસાઇટીને જોઈને બધાને એકવાર તો એવું થાય જ કે આ સોસાઇટીમાં અમારે પણ રહેવા જવું છે. એકવાર આ સોસાઇટીમાં જવું છે.. તો એવા તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા શૉના ચાહકો માટે મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલા મોરસી ગામમાં (અમરાવતીમાં) ભાસ્કર રાઉત અને યોગિતા રાઉતે મળીને આ સોસાઇટીનું નિર્માણ કર્યું છે.    

25 February, 2022 04:47 IST | Mumbai
Mahashivratri 2021: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...

Mahashivratri 2021: આ શિવમંદિરમાં દૂધ ચડાવવા પર થશે દંડ...

મહાભારતના સમયમાં બનાવાયેલું આ મંદિર ખિડકાલેશ્વર તરીકે ઓળખાય છે અને તે કલ્યાણ શિલ્ફાટા રોડ પર આવેલું છે. મહાશિવરાત્રીના દિવસે જાણીએ એવા મંદિર વિશે જ્યાં શિવને દૂધ ચડાવવાની મનાઇ છે. જોઇએ આ મંદિરની રસપ્રદ તસવીરો.

11 March, 2021 10:27 IST |
Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

મહાશિવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ મહાદેવની ઉંચી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જાણો ક્યા આવેલી છે અને કેટલી મોટી છે આ પ્રતિમાઓ

11 March, 2021 07:43 IST |
2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા

2 સ્ત્રીઓ, એક રોડ ટ્રીપ, 2 અલગ અનુભવ: એક મોટરસાયકલ તો બીજું એક્ટિવા

રચના પટેલ અને તેમની દિકરી નિકીતા પટેલના નામે એક અદભુત રેકોર્ડ છે. રચના પટેલે એક્ટિવામાં અમદાવાદથી લેહ-લદ્દાખનો પ્રવાસ કરનાર પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે લેહ-લદ્દાખમાં જનારી નિકીતા પટેલ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયાથી યંગેસ્ટ ફિમેલ મોટરસાયકલ રાઈડરનો ખિતાબ મેળવ્યો છે. રચનાબેન અને તેમની દિકરી નિકીતાએ તેમના આ પ્રવાસ બાબતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.  

04 November, 2020 09:31 IST |
ગીચ મુંબઇમાં સાઇકલિંગના સ્વૅગને લાઇવ રાખે છે આ સાઇકલિસ્ટ્સ

ગીચ મુંબઇમાં સાઇકલિંગના સ્વૅગને લાઇવ રાખે છે આ સાઇકલિસ્ટ્સ

લૉકડાઉન બાદ મુંબઈગરાઓને સાઈકલનું મહત્વ સમજાયુ છે. માયાનગરીમાં સાયકલનું વેચાણ 30 ટકા જેટલુ વધ્યુ છે. સોશ્યલ ડીસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા ટૂંકા અંતર માટે લોકો સાઈકલને પ્રાધાન્ય આપી રહ્યા છે પરંતુ ઘણા ઉત્સાહી સાઈક્લિસ્ટો છે જે વર્ષોથી સાઈકલ ચલાવીને પોતાની ફીટ રાખવાની સાથે સાઈક્લિસિંગને એન્જોય પણ કરે છે. આવા જ સાઈક્લિસ્ટોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના અનુભવ વિશે વાત કરી હતી.

28 October, 2020 12:43 IST |
ગજબ પ્રવાસઃ  63 દિવસ, 17 દેશ, 22,600 કિલોમિટરનો રસ્તો અને એક મોટરસાઇકલ

ગજબ પ્રવાસઃ 63 દિવસ, 17 દેશ, 22,600 કિલોમિટરનો રસ્તો અને એક મોટરસાઇકલ

અમદાવાદના રહેવાસી પ્રકાશ પટેલ અને તેમની સાથે પાંચ રાઈડર્સ અને તેમની બેકઅપ ટીમ સાથે અમદાવાદથી છેક લંડન બાઈક ઉપર પહોંચ્યા હતા. તેમણે 63 દિવસમાં 17 દેશોમાં પ્રવાસ કરીને કુલ 22,600 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. આ સંભવ પ્રવાસ બાબતે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો, તે આપણે જાણીએ...

07 October, 2020 09:13 IST |
Royal Enfield: છેલ્લા 119 વર્ષથી યુવાઓની પહેલી પસંદ

Royal Enfield: છેલ્લા 119 વર્ષથી યુવાઓની પહેલી પસંદ

દરેક ભારતીય યંગસ્ટર તેમ જ પુરુષોની ડ્રીમ મોટરસાયકલ રૉયલ એનફિલ્ડ હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રસ્તાઓમાં તમને બુલેટ મોટરસાયકલ વધુ જોવા મળશે. આ બાઈકમાંથી નિકળતો ‘ધૂધૂધૂધૂ’ અવાજ જ તેની ઓળખ છે. જાણીએ અમૂક વાતો જે તમને ખબર નહીં હોય તેમ જ જેની પાસે આ મોટરસાયકલ છે તેમનુ શું કહેવું છે.

03 October, 2020 07:27 IST |

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK