ટ્રેકિંગના શોખીનો માટે જ બન્યા છે ભારતના આ સુંદર ટ્રેક
પ્રતીકાત્મક તસવીર
જો ટ્રેકિંગ વિશે કહેવામાં આવે તો આ એક એવી સાહસિક ક્રિયા છે જે તમને પ્રકૃતિ નજીક લઈ જાય છે તો આમાં કંઇ પણ ખોટું નથી. ભારતમાં અનેક લોકો છે જે ટ્રેકિંગ માટે દિવાના છે. ટ્રેકિંગ કરવા માટે ટ્રેકરનો એક ઉદ્દેશ્ય હોય છે. કેટલાક લોકોની ક્ષમતાને જોવા અને અનુભવો જોડવા માટે ટ્રેકિંગ કરે છે તો કેટલાક શાંતિની શોધમાં ઉંચા-ઉંચા પહાડો પર ચડે છે. કેટલાક લોકો એવા પણ છે જેમને પ્રાકૃતિક સુંદરતા જોવાથી મન ભરાતું નથી તે નિકટતા અનુભવવા માટે મુશ્કેલ ટ્રેકિંગ પર જાય છે. ઉદ્દેશ્ય ભલે જે પણ હોય પણ શરત એક જ છે તમારી સ્વસ્થતા.
ગોમુખ તપોવન ટ્રેક
ગોમુખ તપોવન ટ્રેક ભાગીરથી નદી કિનારે શરૂ થાય છે અને લગભગ 9 દિવસમાં આ પૂરું થાય છે. આ ભારતના સૌથી સારા ટ્રેકિંગ સ્થળોમાંનો એક છે. આની પાછળ એક કારણ એ પણ છે કે આ ટ્રૅક રોમાંચ સાથે આધ્યામિક અનુભવ પણ કરાવે છે. આ ટ્રેકિંગમાં શિવલિંગ, ચતુરંગી, મેરુ પર્વત, ભૃગુપંત અને સુદર્શન ગંગોત્રી ગ્લેશિયલ સાતે અનેક શાનદાર પર્વતીય શિખરોનું અદ્ભુત દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
ADVERTISEMENT
પાર્વતી ઘાટી ટ્રેક
જો તમે યુવાન હોવાની સાથે એકદમ ફિટ પણ છો તો તમારે પાર્વતી ઘાટી ટ્રેક પર જવું જોઇએ. પાર્વતી ઘાટી ટ્રેકને હિમાલયના ક્ષેત્રમાં સૌથી પડકારજનક માનવામાં આવે છે, કારણકે આ સાહસથી ભરપૂર છે. આ ટ્રેક ખૂબ જ લાંબો છે, ચાલતાં-ચાલતાં રસ્તો ખતમ જ નથી થતો. પણ આ ટ્રેક પર આગળ વધતા જવું ત્યારે સાર્થક બને છે જ્યારે પર્વત અને નદીઓના સુંદર દ્રશ્ય મનમોહન લાગે છે.
ચોપતા ચંદ્રશિલા ટ્રેક
ચોપતા ચંદ્રશિલા ટ્રેક ભારતના તે ગણ્યા-ગાંઠ્યા ટ્રેકમાંનો એક છે જ્યાં વર્ષ દરમિયાન ક્યારે પણ જઈ શકાય છે. જો કે, અનુભવી ટ્રેકર્સ પ્રમાણે માર્ચથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન અહીં ટ્રેકિંગ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ટ્રેક દરમિયાન કેદારનાથ, ચૌખમ્બા, નંદા દેવી અને ત્રિશૂલ જેવા વિભિન્ન હિમાલય શિખરોના સુંદર દ્રશ્યો દેખાય છે. ટ્રેકનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવને સમર્પિત 1000 વર્ષ જૂનું તુંગનાથ મંદિર છે.
આદિ કૈલાશ ટ્રેક
આદિ કૈલાશ ટ્રેક પર અનેક લોકો પોતાના પરિવાર સાથે જવાની ઇચ્છા ધરાવે છે કારણકે આ એક ધાર્મિક ટ્રેક છે પણ આ ટ્રેક એટલું સરળ નથી માટે જે લોકો એકદમ સ્વસ્થ છે અને અનુભવી છે, તેમણે આ ટ્રેક પર જવા દેવામાં આવે છે. આ ટ્રેક પરથી પર્યટક કુમાઉં હિમાલયના કેન્દ્રમાં જાય છે. ટ્રેકિંગ દરમિયાન અન્નપૂર્ણા, કાલી નદી, જંગલો અને પ્રસિદ્ધ નારાયણ આશ્રમની શાનદાર પર્વત શ્રૃંખલાઓના એકથી એક સજીવ ચિત્ર દેખાય છે. કાલી મંદિર પર જઈને આ ટ્રેક ખતમ થાય છે.