પહેલાં અમે વીકમાં બે-ત્રણ વાર સેક્સ કરતાં, પણ પછી અમે નક્કી કર્યું કે હવે દસ દિવસે એક જ વાર સેક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં એ દિવસની રાહ જોતા અને એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે.
					
					
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારાં મૅરેજને ચાર વર્ષ થયાં છે. શરૂના છ મહિના સેક્સલાઇફ ખૂબ જ એક્સાઇટમેન્ટવાળી હતી, પણ પછી એક વાર અબૉર્શન કરાવવું પડ્યું એટલે અમે બન્ને અલર્ટ થઈ ગયાં. અમારા ગુરુની પણ સલાહ હતી કે જો બાળક હમણાં ન જોઈતું હોય તો ફિઝિકલ ઇન્ટિમસી ઓછી કેળવવી. મારા કેટલાક ફ્રેન્ડ્સ જે એકદમ બિન્દાસ થઈને સેક્સની મજા લેતા હતા તેમને પણ પછી બાળક મેળવવામાં તકલીફ પડી હતી. પહેલાં અમે વીકમાં બે-ત્રણ વાર સેક્સ કરતાં, પણ પછી અમે નક્કી કર્યું કે હવે દસ દિવસે એક જ વાર સેક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં એ દિવસની રાહ જોતા અને એક્સાઇટમેન્ટ રહેતું, પણ હવે સ્થિતિ તદ્દન વિપરીત થઈ ગઈ છે. અમને બન્નેને હવે નક્કી દિવસે ઇચ્છા જ નથી રહેતી. બન્નેનું એક્સાઇટમેન્ટ લેવલ સાવ ઘટી ગયું છે. શું આ નૉર્મલ છે?
મલાડ
પહેલાં તો જાતે જ ખોટા નિર્ણયો લઈને નૅચરલ એક્સાઇટમેન્ટને રૂંધવાની કોશિશ કરી અને હવે કહો છો કે તમારું એક્સાઇટમેન્ટ લેવલ સાવ ઘટી ગયું છે. તમને સૌથી પહેલાં તો એક ઍડ્વાઇઝ આપવાની કે તમારી ભ્રમણા તાત્કાલિક દૂર કરો. બહુ જરૂરી છે એ. યાદ રાખજો કે સ્પર્મ વાપરવાથી ક્યારેય ખતમ થતું નથી. મોટી ઉંમરે પેરન્ટ્સ બનવામાં તકલીફ પડે છે એનું કારણ યુવાનીમાં વધારે સેક્સ કરીને સ્પર્મ ખર્ચી નાખવાથી એ પણ બહુ મોટી અને ખોટી માન્યતા છે. તમે જે વાતો કરી છે એ વાતો જ્યારે પણ મારી પાસે આવે ત્યારે મને પહેલો વિચાર એ આવે કે આજની યંગ જનરેશન જો આ પ્રકારે સેક્સ-એજ્યુકેશનનો અભાવ બતાવશે તો દેશ ક્યાં જઈને અટકશે.
આજની લાઇફસ્ટાઇલ એટલી સ્ટ્રેસમય થઈ ગઈ છે કે ૩૦-૩૫ વર્ષની આસપાસ હૉર્મોન્સમાં ઓછપ તેમ જ અન્ય કારણોસર ફર્ટિલિટીની સમસ્યા નડી શકે છે. તમે અત્યારે ભલે સ્પર્મનો સ્ટૉક કર્યો હોય, જો તકલીફ થવાની હશે તો તમારા એ સ્ટૉકને પણ એની આડઅસર દેખાશે. સેક્સ માટે જે નિયમ બનાવ્યો છે એ તદ્દન વ્યર્થ અને નુકસાનકારક છે. સેક્સની બાબતમાં ભરમાવાને બદલે મનની ઇચ્છાને અનુસરો. એક નાનું વીક-એન્ડ વેકેશન લો અને તમે બનાવેલા નિયમો તોડીને શારીરિક જરૂરિયાતને નૅચરલી વહેવા દો.
		        	
		         
        

