Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > World Earth Day પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, જુઓ કેમ છે ખાસ

World Earth Day પર ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ, જુઓ કેમ છે ખાસ

Published : 22 April, 2022 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ખાસ દિવસે ગૂગલ (Google)એ ખૂબ જ ખાસ ડૂડલ બનાવ્યું છે. આમાં અનેક તસવીરો છે જે જણાવે છે કે કેવી રીતે આપણી પૃથ્વીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે જે ચિંતાજનક છે.

તસવીર સૌજન્ય ગૂગલ

તસવીર સૌજન્ય ગૂગલ


આજે આખા વિશ્વમાં `વર્લ્ડ અર્થ ડે` (World Earth Day 2022) આજે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ આપણી પૃથ્વીને સમર્પિત છે. આ ખાસ દિવસે ગૂગલ (Google)એ ખૂબ જ ખાસ ડૂડલ બનાવ્યું છે. આમાં અનેક તસવીરો છે જે જણાવે છે કે કેવી રીતે આપણી પૃથ્વીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે જે ચિંતાજનક છે.


ગૂગલે ખાસ ડૂડલ (Doodle) સાથે આજના સમયની હકિકત દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ડૂડલ દ્વારા બધાનું ધ્યાન `જળવાયુ પરિવર્તન` તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો છે. ધરતી પર ઘટતાં જળયુક્ત પરિવર્તન વિશે ઘણીવાર ચર્ચા થતી હોય છે. પણ, આ અંગે ગંભીરતાથી કામ કરવાના ઉદાહરણ ખૂબ જ ઓછા છે.



હકિકતે, જળવાયુ પરિવર્તન તાપમાન અને હવામાનની પેટર્નમાં મોટા ફેરફારને દર્શાવે છે. વર્ષ 1800ના દાયકાથી માનવીય ગતિવિધિઓ જળવાયુ પરિવર્તનને ઘણી હદે પ્રભાવિત કરે છે. ખાસ તો કોલસા, તતેલ અને ગેસ જેવા જીવાશ્મ ઇંધણ થકી નવી મુશ્કેલીઓ પેદા થઈ રહી છે. ગૂગલે આજે પોતાના ખાસ ડૂડલ દ્વારા આ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે, જળવાયુ પરિવર્તને પૃથ્વીને કેવી રીતે પ્રભાવિત કર્યું છે.


આ વાતને સમજાવવા માટે ગૂગલે ડૂડલ દ્વારા ચાર અલગ-અલગ સ્થળોના એનિમેશનની એક સીરિઝ છે. ગૂગલ અર્થ ટાઇમલેપ્સ અને અન્ય સ્ત્રોતથી ટાઇમ-લેપ્સ અમેજરીનો ઉપયોગ કરતા ડૂડલ આપણા ગ્રહની ચારેબાજુ અલગ અલગ સ્થળોમાં જળવાયુ પરિવર્તનના પ્રભાવને બતાવે છે.

આ ખાસ એનિમેશનમાં ચાર તસવીરોનો ઉપયોગ કરી લીધો છે. જેમાં તંજાનિયામાં માઉન્ટ કિલિમંજારો, સેર્મર્સૂકિન ગ્રીનલેન્ડ, ઑસ્ટ્રેલિયામાં ગ્રેટ બેરિયર રીફ અને જર્મનીના એલેંડમાં હાર્ઝ ફૉરેસ્ટની છે. દરવર્ષે 22 એપ્રિલના `પૃથ્વી દિવસ` ઉજવવામાં આવે છે.


આ દિવસ આપણી આગામી પેઢી માટે પૃથ્વીને બચાવી રાખવાના સંકલ્પ તરીકે ઉજવવામાં આવે છે. પૃથ્વી દિવસ પહેલીવાર 22 એપ્રિલ, 1970ના ઉજવવામાં આવ્યું હતું. જણાવવાનું કે દરવર્ષે પૃથ્વી દિવસ માટે ખાસ થીમ રાખવામાં આવે છે. આ વર્ષની થીમ `ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ` (Invest in Our Planet) છે.

Whatsapp-channel Whatsapp-channel

22 April, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK