સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, પ્રદુષણ ઘટે, વજન ઘટાડવવામાં પણ મદદ કરે, માનસિક શાંતિ આપે અને અદ્ભૂત આનંદ તો ખરો જ, સાઈકલ ચલાવવાના આવા અનેક ફાયદા છે, જેના વિશે તમે જાણો જ છે. પરંતુ શું તમે જાણો છે..? સાઈક્લિંગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરી જીવન જીવવાનો ઉત્સાહ પણ વધારે છે. આજે વર્લ્ડ બાઈસિકલ ડે (World Bicycle Day)છે, ત્યારે આપણે કેટલીક એવી મહિલાઓની વાત કરીશું, જેમણે ઉંમરની અડધી સદીએ પહોંચ્યા બાદ પણ સાઈકલ શીખવાની ધગશ બતાવી અને આત્મવિશ્વાસ કેળવ્યો છે, સાથે સાથે સાઈક્લિંગ કરી જીદંગીનો અદ્ભુત આનંદ માણ્યો છે. આ ઉપરાંત શારીરિક ફાયદા તો મેળવ્યા જ છે. સાથે સાથે આપણે સાઈકલ મેયર ચિરાગ શાહ વિશે પણ વાત કરીશું, જે `મેં ચલાઉંગી` અભિયાન હેઠળ મહિલાઓને ફ્રીમાં સાઈકલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે.
03 June, 2022 02:37 IST | Mumbai