ઉપવાસનું ખાણું જેટલું સ્વાદિષ્ટ હોય તેટલું તેને માણવાની મજા આવે, પારંપરિક વાનગીઓ તો આપણે હંમેશા ખાતા જ હોઇ છે પણ કોન્ટીનેન્ટલ કે એશિયન વેરાયટીઝમાં ઉપવાસના વિકલ્પો મળે તો તો કહેવું જ શું? આ નવરાત્રીમાં ટ્રાય કરો આ મસ્ત કુટ્ટુ સુશી કોકોનટ વસાબી જે નીના દોશીએ આપણે માટે ખાસ બનાવી છે તેની રેસિપી ચેક કરો અને તમારા ઉપવાસને વધારે ઇન્ટ્રેસ્ટિંગ બનાવો.
મુંબઇના આ ઢોસા વાળાના ફલાઇંગ ઢોસા વાઇરલ બની ચૂક્યા છે. જો કે કોરોનાકાળમાં તેને આ ઉડતા ઢોસા પર કાબુ મુકવો પડ્યો હતો પણ તે પહેલાં જ તેની પૉપ્યુલારીટી ઘણી ઉપર ઉડી હતી.
સુરતની ખાવસા ડીશ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બર્મિઝ ખાઉસોઇનું સુરતી વર્ઝન એટલે ખાવસા. કેવી રીતે આ ડીશ બનાવાય છે, તેમાં શું શું ટ્વિસ્ટ લવાયા છે? નુડલ્સ નથી હોતા આમાં કે નથી હોતો ટિપીકલ બર્મીઝ સુપ..આ તો ઠેઠ ગુજરાતી હુરટી વર્ઝન છે ખાઉસોઇનું. જોઇએ RJ વીર સાથે કે શું છે આ ખાવસા...
પાણીપુરી ન ભાવે એવા દરેક લોકોને હું તો શંકાની નજરે જ જોઉં? ચોખ્ખાઇની દુહાઇ આપીને પાણીપુરીથી દુર રહેનારાઓ માટે હવે એક એવી સવલત છે જ્યાં સાપ પણ ન મરે અને લાઠી પણ ન તુટે કારણકે અહીં તમને કોઇ 'ભૈયા' નહીં પણ મશીન ખવડાવે છે પાણીપુરી.
એક હકીકત એ છે કે લોકોને પોતાનો ફોટા જોઇને બહુ આનંદ થતો હોય છે. વળી બીજો આનંદ હોય છે કૉફીના સિપ્સમાં. પણ આ આત્મશ્લાઘા કરી શકાય એવી કૉફી પીવા મળે તો કેવી મજા પડે. સાદી ભાષામાં કહું તો જે કૉફી તમને અત્યંત પ્રિય હોય તેની પર તમારો જ ફોટોગ્રાફ હોય તો કેવું લાગે? જાણો RJ Roshan સાથે કે આ નવું શું હીટ થયું છે અમદાવાદમાં.
કોઇ ચ્હા પીવડાવે એ માન્યું પણ આપણે ડરવાની શું જરૂર છે? અમદાવાદમાં સ્મશાન ઘાટ પાસે આવેલા ભયાનક ટી સ્ટોલમાં શું મળે છે એવું કે ચ્હાની ચુસ્કી સાથે ઇચ્છા હોય તો ડરનું લખલખું પણ પસાર કરાવી શકે છે? અજીબ થીમ વાળી ચ્હાની કિટલી...જાણીએ RJરોશન સાથે
સુરતમાં સ્વાદની વાત હોય ત્યારે તમારી કલ્પના બહારની ચીજો તમને અહીં ખાવા મળી શકે છે. સુરતની આલુ પુરી ખાઇને તમે આંગળા ચાટતા રહી જશો. ના આ કંઇ બટેટા અને પુરીની વાત છે જ નહીં. અહીં જાત ભાતની આલુપુરી મળે છે. જાણીએ RJ Palak પાસેથી આ ગરમાગરમ આલુપુરીની વિશેષતા આખરે શું છે?
સુરતનું જમણ એટલે સ્વાદને બત્રીસ કોઠે દીવા થવા. સ્વાદનાં બધા જ પેરમિટર્સને મામલે સુરત પાસે જવાબ છે. સુરતની સૂરતમાં સ્વાદનું મહત્વ પણ ઘણું છે. જે અહીં મળે એ ક્યાંય ના મળે. આવો RJ Veer સાથે માણીએ સુરતની પ્રખ્યાત ટોમેટો પુરીનો આસ્વાદ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK