આજે વાંચો મૈસૂર મેંદુવડાં બર્ગર, નાચણીની બ્રાઉની અને ક્રન્ચી આવલા બૉલની રેસિપી વિશે
રેસિપી કૉન્ટેસ્ટ
રેસિપી કૉન્ટેસ્ટ
મૈસૂર મેંદુવડાં બર્ગર
સુજાતા (રૂપા) લલિત ઓઝા, વિરાર-વેસ્ટ
ADVERTISEMENT
સામગ્રી : તેલ બે ટીસ્પૂન, ૧ મીડિયમ ઝીણો સમારેલો કાંદો, ૧ મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટમેટું, ૧ ઝીણું સમારેલું કૅપ્સિકમ, ૧ ખમણેલું બીટ, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ટીસ્પૂન ટમૅટો કૅચઅપ, ૧ ટીસ્પૂન લાલ મરચું પાઉડર, અડધો વાટકો પાણી (૧૦૦ મિલી) બટાટાની ભાજી અડધો વાટકો, ૧ ચીઝ ક્યુબ, મેંદુવડાં, મેયોનીઝ
રીત : સૌપ્રથમ એક પૅનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણાં સમારેલાં વેજિટેબલ્સ (કાંદો, ટમેટાં, કૅપ્સિકમ અને બીટ) ઉમેરો. સારી રીતે સાંતળો. હવે એમાં મીઠું, ટમૅટો સૉસ, લાલ મરચું પાઉડર ઉમેરી સરખું મિક્સ કરી થોડી વાર ચડવા દો. હવે એમાં પાણી ઉમેરી મસાલો નાખી, હલાવીને બટાટાની સૂકી ભાજી ઉમેરી દો. બધું એકસરખું મિક્સ થાય એટલે ગૅસ બંધ કરી દો. હવે મેંદુવડાને અડધા ભાગમાં કાપો (હાફ કટ). નીચેના એક ભાગ પર બનાવેલી ભાજી પાથરો. એના પર ઝીણી સમારેલી કોબી અને કાંદા ભભરાવો અને ચીઝ ખમણો. મેયોનીઝ નાખી બીજા હાફ મેંદુવડાના ભાગને કવર કરી સર્વ કરો.
નાચણીની બ્રાઉની
હેમા હંસરાજ સંપટ, અંધેરી-વેસ્ટ
સામગ્રી : પોણો કપ નાચણીનો લોટ, બે
પાકાં કેળાં, પા કપ સાકર, પા ચમચી બેકિંગ પાઉડર, ૩ ટેબલસ્પૂન પીગળાવેલું બટર, ચપટીક મીઠું, ૧ ચમચો ચૉકલેટના ટુકડા, ૧ ચમચી વૅનિલા એસન્સ, બે ચમચા અખરોટના ટુકડા, અડધો કપ કોકો પાઉડર, પા કપ દહીં, ૧ ચમચો પીનટ બટર
રીત : સૌપ્રથમ નાચણીના લોટને ચાળો. એમાં બેકિંગ પાઉડર, મીઠું, કોકો પાઉડર મિક્સ કરીને ફરી ચાળો અને એક બાજુ મૂકી દો. એક મોટા
બાઉલમાં છૂંદેલાં કેળાં, પા કપ સાકર, બટર, દહીં, પીનટ બટર, વૅનિલા એસન્સ
મિક્સ કરો. સાકર ઓગળે ત્યાં સુધી મિક્સ કરો. ત્યાર બાદ આ ભીના મિક્સમાં ડ્રાય લોટને ઉમેરીને હળવા હાથે હલાવીને મિક્સ કરો. એક ચમચી લોટમાં ચૉકલેટ
અને અખરોટના ટુકડા મિક્સ કરીને ઉપરના બ્રાઉની મિક્સમાં ભેળવી દો.
ગ્રીસ અને ડસ્ટ કરેલી ટ્રેમાં આ મિક્સને નાખી ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર વીસથી પચીસ મિનિટ બેક કરો. બ્રાઉની તૈયાર થાય એટલે ચૉકલેટ, ચૉકલેટ સૉસ કે આઇસક્રીમ સાથે સર્વ કરો.
ક્રન્ચી આવલા બૉલ
બરખા હર્ષ સોની, મુલુંડ-ઈસ્ટ
ક્રન્ચી ચિક્કી માટે સામગ્રી : બે ટેબલસ્પૂન પમ્પકિન સીડ્સ, બે ટેબલસ્પૂન કાળાં તલ, બે ટેબલસ્પૂન કલિંગરનાં બી, બે ટેબલસ્પૂન સનફ્લાવર સીડ્સ, બે ટેબલસ્પૂન અળસી, ૨ ટેબલસ્પૂન અખરોટના બારીક ટુકડા, બે ટેબલસ્પૂન બદામના ટુકડા, અડધી ટીસ્પૂન તજનો પાઉડર, અડધી ટીસ્પૂન સૂંઠ પાઉડર, અડધી ટીસ્પૂન એલચી પાઉડર, ૨૦૦ ગ્રામ ગોળ.
બૉલ માટે : અડધો કપ આમળાં, ૪ ટેબલસ્પૂન મિલ્ક પાઉડર, બે ટેબલસ્પૂન સિલોની કોપરું, અડધો કપ મિલ્કમેડ, એક કપનો આઠમો ભાગ ટી ઑરેન્જ ઇમર્શન.
બનાવવાની રીત : બધાં સીડ્સ અને ડ્રાયફ્રૂટ્સને શેકી લો. ગોળને પૅનમાં ઓગાળીને ચિક્કી માટેનો પાયો તૈયાર કરો. પાયો મોઢામાં નાખી જુઓ. કડક અને ક્રન્ચી લાગે તો ગૅસ બંધ કરી શેકેલાં સીડ્સ અને ડ્રાયફ્રૂટ્સને એમાં નાખી બરાબર મિક્સ કરી મનગમતા આકારની ચિક્કી બનાવી લો.
બૉલ માટેની રીત : બૉલ માટેની બધી સામગ્રી મિક્સ કરી એના નાના-નાના બૉલ બનાવો. આમળાંના એકદમ બારીક પીસ કરો.
ગાર્નિશિંગ : પ્લેટમાં મનગમતા આકારની તૈયાર કરેલી ચિક્કી પર બનાવેલા બૉલ મૂકો.