આજે વાંચો કાંજી વડા, રેસિપી કૉન્ટેસ્ટ ખીચું બોલ્સ વિથ પીત્ઝા સ્ટફિંગ અને દેશી બર્ગર વિથ પેસ્ટો સૉસની રેસિપી
રેસિપી કૉન્ટેસ્ટ
રેસિપી કૉન્ટેસ્ટ
ખીચું બોલ્સ વિથ પીત્ઝા સ્ટફિંગ
ખીચું બોલ્સ વિથ પીત્ઝા સ્ટફિંગ, કાશ્મીરા દીપેન વીસરિયા, શિવડી
ADVERTISEMENT
સામગ્રી:
૧ કપ ચોખાનો લોટ, ૧ ટેબલસ્પૂન તેલ, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ ટીસ્પૂન જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, સ્ટફિંગ માટે
અડધો કપ ઝીણા સમારેલાં કૅપ્સિકમ, અડધો કપ બોઇલ્ડ કૉર્ન, પા ચમચી ચિલી ફ્લેક્સ, પા ચમચી પીત્ઝા સીઝનિંગ, ૨ ટેબલસ્પૂન પીત્ઝા સૉસ, ૨ ટેબલસ્પૂન મોઝરેલા ચીઝ
રીત ઃ
૧ કપ પાણી ઊકળવા મૂકવું. એમાં તેલ, આદું-મરચાંની પેસ્ટ, જીરું અને મીઠું ઉમેરવું. પછી એમાં ચોખાનો લોટ ઉમેરીને હલાવતા રહેવું. બે-ત્રણ મિનિટ સ્લો ગૅસ પર ઢાંકી મૂકવું. પછી ગૅસ બંધ કરીને મિશ્રણને ઠંડું પડવા દેવું. ૧ સ્ટફિંગ માટેનાં કૅપ્સિકમ, કૉર્ન, ચિલી ફ્લેક્સ, પીત્ઝા સીઝનિંગ, પીત્ઝા સૉસ, મોઝરેલા ચીઝ બધું મિક્સ કરી સાઇડ પર મૂકવું. ચોખાના લોટને મસળીને એમાંથી રોટલીના માપનો લૂઓ બનાવી એમાં સ્ટફિંગ ભરીને રાઉન્ડ બોલ્સ બનાવવા. સ્ટફિંગ કરેલા બોલ્સને ચાયણીમાં મૂકીને વરાળથી પાંચ મિનિટ બાફી લેવા. બોલ્સને સર્વ કરવા ઉપર તેલ ને મરચું ભભરાવવું. તેલ વગર પણ ખૂબ સ્વાદિષ્ટ લાગશે.
કાંજી વડા
સામગ્રી ઃ
કાંજી પાણી માટે ઃ પાણી અડધો લિટર,
કાળી રાઈનો પાવઉડર અડધો ટેબલસ્પૂન, પીળી રાઈનો પાઉડર અડધો ટેબલસ્પૂન, સંચળ પાઉડર અડધો ટેબલસ્પૂન, મીઠું અડધો ટેબલસ્પૂન, લાલ મરચું પાઉડર પા ટીસ્પૂન, હિંગ પા ટીસ્પૂન પાણીમાં ઓગાળેલી, રાઈનું તેલ ૧ ટીસ્પૂન નવશેકું ગરમ
પાણીને સ્મોકી ઇફેક્ટ માટે (ધુંગાર)
માટીનો દીવો ૧, કોલસો ૧ નંગ
ચપટીક હિંગ, ગાયનું ઘી ૧ ટીસ્પૂન
વડાં માટે, ૧ કપ મગની મોગર દાળ ચાર કલાક પાણીમાં પલાળેલી, ૧ ટીસ્પૂન આદુંની પેસ્ટ, ૧ ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ, ૧ ટીસ્પૂન ધાણા પાઉડર ક્રશ કરેલો, ૧ ટીસ્પૂન વરિયાળી, પા ટીસ્પૂન હિંગ, રાઈનું તેલ ૧ ટીસ્પૂન નવશેકું ગરમ, અડધો ટીસ્પૂન કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, ગાર્નિશિંગ માટે, અડધો ટીસ્પૂન લાલ મરચું પાઉડર, અડધો ટીસ્પૂન શેકેલા જીરાનો પાઉડર, અડધો ટીસ્પૂન સંચળ,
ફુદીનાનાં થોડાં પાન,
મસાલા બુંદી કાંજી પાણી માટે
રીત ઃ પાણીને નવશેકું ગરમ કરી ઠંડું કરો. ધુંગાર માટે કોલસો ગરમ કરીને કોલસાને દીવામાં મૂકો. દીવાને માટીના વાસણમાં મૂકો. હિંગ અને ઘીનો ધુંગાર કરવો. માટીના વાસણને પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી મૂકી રાખો. કાંજી પાણીની સામગ્રીની પેસ્ટ બનાવો. કોલસો અને દીવો માટીના વાસણમાંથી કાઢી બનાવેલી પેસ્ટને કાંજી પાણીમાં ઉમેરી હલાવો. માટીના વાસણમાં તૈયાર થયેલા પાણીને મલમલના કપડાથી બાંધી દો. સૂર્યપ્રકાશમાં પાંચ દિવસ આથો (ફર્મેન્ટ) આવવા દો. પાણીને દરરોજ લાકડાના ચમચાથી હલાવો.
કાંજી વડાં
મોગરદાળ અધકચરી વાટો. બનાવેલી પેસ્ટને મુલાયમ બનાવવા સતત પાંચ મિનિટ હલાવો. દાળમાં બધી સામગ્રી ઉમેરો. બદામી રંગનાં થાય ત્યાં સુધી વડાંને તેલમાં તળો. ૧ કલાક મીઠાવાળા નવશેકા ગરમ પાણીમાં મૂકો. વડાંને પાણીમાંથી કાઢીને હળવા હાથે દબાવી પાણી કાઢો. કાંજી પાણીમાં ૪ કલાક વડાંને રાખી આથો આવવા દો. ફ્રિજમાં મૂકો. ઠંડાં સર્વ કરો. ઉપરથી લાલ મરચું પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, સંચળ પાઉડર નાખી સજાવો. ગ્લાસમાં કાંજી પાણી લઈને મસાલા બુંદી અને ફુદીનાનાં પાન મૂકો.
દેશી બર્ગર વિથ પેસ્ટો સૉસ
દેશી બર્ગર વિથ પેસ્ટો સૉસ, નયના ભરત નંદુ, ડોમ્બિવલી-ઈસ્ટ
સામગ્રી ઃ બર્ગર બેઝ, અડધો કપ બાજરાનો લોટ, ૧/૮ કપ ચોખાનો લોટ, પા કપ જુવારનો લોટ, ૧ ટીસ્પૂન તલ
૧ ટીસ્પૂન અજમો, પા ટીસ્પૂન હિંગ, પા ટીસ્પૂન હળદર,
૧ ટેબલસ્પૂન કોથમીર, ૨ ટેબલસ્પૂન લીલો કાંદો, પા ટીસ્પૂન લીલું લસણ, પા ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, ૨ ટેબલસ્પૂન ઘી, મીઠું સ્વાદ પ્રમાણે
રીત ઃ બાજરી, જુવાર, ચોખાના લોટમાં ઉપરની બધી સામગ્રી નાખીને લોટ બાંધવો. નાની પૂરી જેવા રોટલા કરી ઘીમાં લાઇટ બ્રાઉન શેકી લેવા.
સામગ્રી : પૅટીસ
અડધો કપ કાબુલી ચણા, ૧ ટેબલસ્પૂન ચણાનો લોટ, ૧ ૧/૨ ટેબલસ્પૂન ચોખાનો લોટ, દોઢ ટેબલસ્પૂન પૌંઆ પાઉડર, પા કપ લીલો કાંદો, ૧ ટીસ્પૂન લીલું લસણ, ૧ ટીસ્પૂન આદુ-મરચાંની પેસ્ટ, પા કપ કોથમીર, ૨ ટેબલસ્પૂન ફુદીનો, અડધો ટીસ્પૂન મરી પાઉડર, અડધો ટીસ્પૂન જીરા પાઉડર, પા ટીસ્પૂન અજમો, પા ટીસ્પૂન હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, તળવા માટે તેલ
રીત ઃ કાબુલી ચણાની કરકરી પેસ્ટ કરી લેવી. લોટ સિવાયની બધી સામગ્રી મિક્સરમાં લઈને મસાલાની પેસ્ટ તૈયાર કરવી. ચણાની પેસ્ટમાં મસાલાની પેસ્ટ અને બધા લોટ, અજમો, મીઠું નાખી પૅટીસ વાળી લેવી. તેલ ગરમ કરીને પૅટીસને ગોલ્ડન બ્રાઉન તળી લેવી.
સામગ્રી : પેસ્તો સૉસ, ૫૦ ગ્રામ બેસીલ લીવ્સ, ૭થી ૮ નંગ મરચાં, ૧૦થી ૧૨ ફુદીનાનાં પાન, પા કપ કોથમીર, નાનો આદુંનો ટુકડો, ૭થી ૮ કળી લસણ, ૮થી ૧૦ નંગ કાજુ, ૮થી ૧૦ નંગ અખરોટ, ૨ નંગ ચીઝ ક્યુબ, ૧ નંગ લીંબુ, પા કપ તેલ, મીઠું સ્વાદ પ્રમાણે
રીત ઃ
મિક્સરમાં ઉપરની બધી સામગ્રી નાખીને પેસ્ટ તૈયાર કરવી.
સામગ્રી - ડેકોરેશન
સૅલડ - ગાજર, કોબી, કાકડી, કાંદો, કોથમીર, ચાટ મસાલો, લીંબુ, મીઠું.
ચીઝ સ્લાઇસ, ચેરી ટમૅટો, બેસીલ લીવ્ઝ, મેયોનીઝ