Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > તમે શું રાખશો આ ટચૂકડી બૅગમાં?

તમે શું રાખશો આ ટચૂકડી બૅગમાં?

Published : 03 May, 2022 12:31 PM | IST | Mumbai
Aparna Shirish | feedbackgmd@mid-day.com

અવનવા ટ્રેન્ડ્સ આવતા-જતા રહે છે. ફૅશનજગતમાં છેલ્લા કેટલાક સમયથી માઇક્રો બૅગનો ટ્રેન્ડ આવ્યો છે. તાજેતરમાં દિશા પટણી પાસે જોવા મળેલી આ બૅગ કેટલી પ્રૅક્ટિકલ છે એ જોઈએ

 ભલે વપરાશ ઓછો હોય; પણ આ એક એવો ટ્રેન્ડ છે જે તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવશે, કારણ કે માઇક્રો બૅગ છે જ એટલી આકર્ષક અને ક્યુટ કે એ જોતાં જ મનમાં વસી જાય છે.  રિમા શાહ, હૅન્ડબૅગ ડિઝાઇનર

ફૅશન ઍન્ડ ટ્રેન્ડ

ભલે વપરાશ ઓછો હોય; પણ આ એક એવો ટ્રેન્ડ છે જે તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવશે, કારણ કે માઇક્રો બૅગ છે જ એટલી આકર્ષક અને ક્યુટ કે એ જોતાં જ મનમાં વસી જાય છે. રિમા શાહ, હૅન્ડબૅગ ડિઝાઇનર


શું આ એક બૅગ છે કે બૅગ પર લગાવવાનું બૅગ-ચાર્મ કે પછી ઇયર-પ્લગ રાખવા માટેની ઍક્સેસરી? નજર સામે આવતાં જ આવા પ્રશ્નો મનમાં આવવા લાગે એવી છે આ માઇક્રો બૅગ. તાજેતરમાં દિશા પટણી એક ઇવેન્ટમાં આવી જ એક ટચૂકડી બૅગ લઈને આવી હતી અને બૅગની સાઇઝને લઈને ટ્રોલ પણ થઈ હતી. આ પહેલાં પ્રિયંકા ચોપડા પણ ઘણી વાર આવી ટચૂકડી બૅગ સાથે જોવા મળી છે. આ ટ્રેન્ડ વિશે હૅન્ડબૅગ ડિઝાઇનર રિમા શાહ કહે છે, ‘ભલે પ્રૅક્ટિકલ ન હોય, પણ આ બૅગ તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવે છે.’
માઇક્રો બૅગની વેવ | ૨૦૦૦થી લઈને ૨૦૧૦ દરમિયાન મોટી સાઇઝની ટોટ બૅગ ખૂબ ટ્રેન્ડમાં હતી. એ પછી આવ્યો નાની શોલ્ડર બૅગનો ટ્રેન્ડ. બૅગ-લવર મોટી બૅગ વાપરીને કંટાળી ગયા હતા. કંઈક નવું ટ્રાય કરવા માટે તેમણે નાના હૅન્ડલવાળી મિની શોલ્ડર બૅગના ટ્રેન્ડને વધાવી લીધો. ત્યાર બાદ બૅગની સાઇઝ જાણે ઘટતી જ ગઈ. ઘણા ફૅશન-ક્રિટિક્સે તો આ માઇક્રો બેગને બૅગ બનાવતી મોટી બ્રૅન્ડ્સનું એક માર્કેટિંગ ગિમિક પણ ગણાવ્યું છે. શરૂઆત કરી કેટલીક ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સે અને એ પછી તો દુનિયાભરની બૅગ-બ્રેન્ડ્સ આમાં કૂદી પડી. આજે દરેક બ્રેન્ડ આવી નાની સાઇઝની બૅગ બનાવે છે જે ક્યારેક બૅગ અટૅચમેન્ટ તરીકે અને ક્યારેક માઇક્રો બૅગ તરીકે જ વપરાય છે.
કેટલી પ્રૅક્ટિકલ? | આ બૅગની સૌથી મોટી સમસ્યા એ છે કે એમાં આજની આપણી જીવનજરૂરિયાતની વસ્તુ એટલે કે સ્માર્ટફોન સમાતો નથી. એટલે જ આ માઇક્રો બૅગનો ટ્રેન્ડ પૂરી રીતે હજી અપનાવાયો નથી. દેખાવમાં ક્યુટ લાગતી આ બૅગ વધુમાં વધુ ઇયરપોડ્સ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, ચાવી અને થોડા પૈસા સમાવી શકે. બૅગ ડિઝાઇનર રીમા શાહ કહે છે, ‘ભલે આ મિની બૅગમાં વધુ કંઈ સમાતું ન હોય, પણ આવી નાની બૅગ તમારી મોબિલિટીમાં વધારો જરૂર કરે છે. બૅગમાં વસ્તુઓ જેટલી ઓછી એટલી જ એની ચિંતા પણ ઓછી.’
માઇક્રો બૅગના પ્રકાર | માઇક્રો બૅગમાં ફક્ત હૅન્ડબૅગ જ છે એવું નથી. નાની સાઇઝની બૅગમાં ઘણા પ્રકારો જોવા મળી રહ્યા છે. કાંડા પર બાંધી શકાય એવી બ્રેસલેટ બૅગ, કમર પર પટ્ટા સાથે જોડી શકાય એવી બેલ્ટ બૅગ તેમ જ સ્લિંગ બૅગમાં પણ માઇક્રો સાઇઝની બૅગ જોવા મળી રહી છે. એ સિવાય આ બૅગને મોટી બૅગના હૅન્ડલ પર એક ચાર્મ તરીકે પણ લટકાવવામાં આવે છે.
કેવી સાઇઝ પસંદ કરવી? | જો તમને આ માઇક્રો બૅગનો ટ્રેન્ડ પસંદ આવી ગયો હોય તો એટલી સાઇઝની બૅગ પસંદ કરવી જેમાં તમારો સ્માર્ટફોન આસાનીથી રહી જાય. એ સિવાય જો મોબાઇલ સાથે રાખવાની પળોજણ ન હોય તો ક્રેડિટ કાર્ડ અને થોડી કૅશ, તમારા ઇયરપૉડ અને ચાવીઓ સમાઈ જાય એટલી સાઇઝ બૅગની હોવી જરૂરી છે. બાકી આ એક ફૅશન-ટ્રેન્ડ છે જે ૨૦૨૨માં તો રહેવાનો જ. એટલે જો અપનાવવો હોય તો એને પોતાની જરૂરત પ્રમાણે પ્રૅક્ટિકલ બનાવી દો.


 ભલે વપરાશ ઓછો હોય; પણ આ એક એવો ટ્રેન્ડ છે જે તમને આકર્ષણનું કેન્દ્ર જરૂર બનાવશે, કારણ કે માઇક્રો બૅગ છે જ એટલી આકર્ષક અને ક્યુટ કે એ જોતાં જ મનમાં વસી જાય છે. 
રિમા શાહ, હૅન્ડબૅગ ડિઝાઇનર


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2022 12:31 PM IST | Mumbai | Aparna Shirish

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK