ખાદીને નવી રીતે વ્યાખ્યિત કરતા સ્ટોર ઓમ ફોર ખાદીએ ગુજરાતી થાળી - ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ ગ્વાલ ભોગ સાથે મળીને ઉજવવાનું નક્કી કર્યું.
ખાદીને નવી નજરથી જોઇ શકવાની સમજ કેળવવાની આ એક અનોખી શરૂઆત રહી
મહિલા દિવસની ઉજવણી ઘણી બધી રીતે કરવામાં આવી. અમદાવાદમાં ખાદીને પણ મહિલા દિવસની ઉજવણીનો ભાગ બનાવવામાં આવી. ખાદીને નવી રીતે વ્યાખ્યિત કરતા સ્ટોર ઓમ ફોર ખાદીએ ગુજરાતી થાળી - ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ ગ્વાલ ભોગ સાથે મળીને ઉજવવાનું નક્કી કર્યું. ઓમ ફોર ખાદીનાં મીતા મંગલાની અને પૂજા કપૂરે ગ્વાલભોગની મુલાકાત લેનારાઓને એક અનેરો અનુભ મળે તેની તાકીદ રાખી હતી. `સ્પિરિટ ઑફ ફેમિનાઇન સેન્સીબલિટીઝ`ના વિચારને કેન્દ્રમાં રાખીને ઓમ ફોર ખાદી જે મહિલાઓ દ્વારા જ સંચાલિત સાહસ છે તેના ખાદી ડેકોરના અનુભવ સાથે અહીં મહિલા દિવસની ઉજવણી કરાઇ. મીતા મંગલાનીએ જણાવ્યું કે, `ખાદી વણાટ સાથે સંકળાયેલી મહિલાઓને આગળ લાવવાનો જ અમારો હેતુ છે. ગ્વાલભોગ સાથેની આ પાર્ટનરશીપ ખાદીને વધુ લોકો સુધી એક જૂદા દ્રષ્ટિકોણ સાથે પહોંચાડવાના અમારા હેતુમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે.`
આ પણ વાંચો - ઓમ ફોર ખાદીઃ સાદગીના સંદેશા સમી સસ્ટેનેબલ ખાદીની ગ્લેમરસ અને સ્ટાઇલીશ ઓળખ ખડી કરી છે અમદાવાદની આ મહિલાઓએ
ADVERTISEMENT
આ પ્રસંગે ગ્વાલિયાના ચેરમેન દીપક શર્માએ કહ્યું કે, "મહિલા કેન્દ્રી સંસ્થા સાથે ટાય-અપ કરવું એ અમારે માટે પણ બહુ અગત્યની પહેલ છે, તે પણ ખાસ કરીને મહિલા દિવસ નિમિત્તે. મહિલાની શક્તિનું સાચું દર્શન આ પ્રકારના પ્રસંગ અને પહેલથી જ થઇ શકે છે. અમે આટલા યુનિક થીમ સાથે આ દિવસ ઉજવ્યો તેનો અમને ગર્વ છે. અમારું રેસ્ટોરન્ટ પણ આજે જાણે મહિલા સશક્તિકરણનું દ્રષ્ટાંત બન્યું."
આ પ્રસંગે ગુજરાતી ફૉક સ્ટાર અરવિંદ વેગડા પણ હાજર રહ્યા હતા. ખાદીની ચીજ વસ્તુઓનું પ્રદર્શન, તેનો અનોખો ડિસપ્લે લોકોમાં ચર્યાયો હતો અને ખાદીને નવી નજરથી જોઇ શકવાની સમજ કેળવવાની આ એક અનોખી શરૂઆત રહી.