ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા ગઝલકાર ખલીલ ધનતેજવીની આજે પહેલી પુણ્યતિથિ છે. વડોદરામાં જન્મેલા આ ગઝલકારે દુનિયાને અલવિદા કહ્યું તેને એકવર્ષ પૂર્ણ થયું છે. ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે-સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા. તેમણે સાદગી, સારાંશ, સરોવર, સોગાત, સૂર્યમુખી, સાયબા, સાંવરિયો, સગપણ, સોપાન, સારંગી જેવા ગઝલસંગ્રહો લખ્યા છે. ઉપરાંત તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વર્ષ ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પણ એનાયત કરવામાં આવ્યો હતો. આવો માણીએ તેમની કેટલીક અદભુત રચનાઓ.
04 April, 2022 04:49 IST | Mumbai