Karwa Chauth: કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
ફાઇલ તસવીર
Karwa Chauth: કરવા ચૌથ, ગૌર પૂજાનું વ્રત આજે રવિવારે રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે કરવા ચૌથ પર 5 વર્ષ પછી એવો શુભ યોગ બની રહ્યો છે કે કરવા ચૌથની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે.
આ સિવાયે રવિવારે આ વ્રત હોવાથી સૂર્યદેવનો શુભ પ્રભાવ પણ આ વ્રત પર પડશે. આ નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વ્રત કરનારી દરેક સૌભાગ્યવતી મહિલાઓ નિર્જળા વ્રત રાખશે અને રાતે ચંદ્ર દર્શન કર્યા પછી વ્રત ખોલશે.
ADVERTISEMENT
મહિલાઓ રાખશે નિર્જળા વ્રત
માતા પાર્વતી, ભગવાન શિવ, કાર્તિકેય અને ગણેશ સહિત શિવ પરિવારનું પૂજન કરી મહિલાઓ માતા પાર્વતી પાસે અખંડ સૌભાગ્યની કામના કરે છે. સાથે જ વ્રત દરમિયાન કરવામાં જળ ભરીને કથા પણ સંભળશે. મહિલાઓ સવારે સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા વ્રત રાખે છે અને ચંદ્ર દર્શન પછી વ્રત ખોલે છે. આજે ચંદ્રોદય કેટલા વાગ્યે થશે, સૌથી વધારે રાહ તેની જ જોવામાં આવે છે.
મુંબઇમાં ચંદ્રોદયનો સમય
મુંબઇમાં ચંદ્રોદય 8.45 વાગ્યે થવાની શક્યતા છે. જો કે, ચંદ્રદર્શન 10-15 મિનિટના અંતરાળમાં થઈ શકે છે.
કરવાચૌથના શુભ મુહૂર્ત
કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિનો પ્રારંભ- રવિવારે સવારે 3 કલાક 1 મિનિટે
ચતુર્થી તિથિ સમાપ્ત- સોમવાર સવારે 5 કલાક 43 મિનિટે.
કરવાચૌથ પૂજન મુહૂર્ત
અમૃત મુહૂર્ત - 10.40થી 12.05 સુધી
શુભ મુહૂર્ત - 1.29થી 2.54 સુધી શિવ પરિવારનું પૂજન
સાંજે- શુભ મુહૂર્ત- 5.43થી 7.18 સુધી કરવા ચૌથ કથા પૂજન
અમૃત મુહૂર્ત- 7.18થી 8.54 સુધી ઇંદ્ર ઇંદ્રાણી, ચંદ્ર પૂજન