સિકંદર ખેરને થોડા સમય પહેલા આવેલી વેબ સિરીઝ આર્યામાં તેમના રોલ બદલ ખુબ પ્રશંસા મળી. તેઓ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સ પણ કરી રહ્યા છે. દૌલતના પાત્રથી લોકોને કથામાં જકડી રાખનારા સિકંદર ખેર અનુપમ તથા કિરણ ખેરના દીકરા છે, ઘરની ચર્ચાઓ અને મસ્તીની વાત ઉપરાંત તેઓ કહે છે કે મીડિયાના કેવા બીબાંઢાળ સવાલ તેમને બોર કરી દે છે.









