સિદ્ધાર્થનું કહેવું છે કે ‘એસ્કેપ લાઇવ’ની સ્ટોરી સોશ્યલ મીડિયા પર આધારિત હોવાથી એ મને ઇન્ટરેસ્ટિંગ લાગતાં મેં એને પસંદ કરી છે.
‘એસ્કેપ લાઇવ’ની સ્ટોરી સોશ્યલ મીડિયા પર આધારિત હોવાથી મેં એને પસંદ કરી છે
સિદ્ધાર્થનું કહેવું છે કે ‘એસ્કેપ લાઇવ’ની સ્ટોરી સોશ્યલ મીડિયા પર આધારિત હોવાથી એ મને ઇન્ટરેસ્ટિંગ લાગતાં મેં એને પસંદ કરી છે. આ સિરીઝમાં સોશ્યલ મીડિયાની રિયલિટીથી લોકોને વાકેફ કરવામાં આવશે. ડિઝની + હૉટસ્ટાર પર ૨૦ મેએ લૉન્ચ થઈ રહેલા આ શોમાં સિદ્ધાર્થની સાથે જાવેદ જાફરી, શ્વેતા ત્રિપાઠી શર્મા, સ્વસ્તિકા મુખરજી, પ્લબિતા બોરઠાકુર, વલુશા ડિસોઝા, રિત્વિક સાહોરે, સુમેધ મુદ્ગલકર, ગીતિકા વિદ્યા ઓલ્યાન, જગજિત સાંધુ અને રોહિત ચંદેલ જેવા ઘણા ઍક્ટર્સ છે. આ શોમાં છ રેગ્યુલર ઇન્ડિયનની સ્ટોરી દેખાડવામાં આવશે જેઓ કન્ટેન્ટ ક્રીએટર્સ હોય છે. તેઓ સોશ્યલ મીડિયા ઍપ ‘એસ્કેપ લાઇવ’ દ્વારા ફેમ અને પૈસા કમાવા માટે સ્ટ્રગલ કરતા હોય છે. આ શોને સિદ્ધાર્થ કુમાર તિવારીએ ડિરેક્ટ કર્યો છે અને તેણે જયા મિશ્રા સાથે મળીને સ્ક્રિપ્ટ લખી છે. આ શોને પસંદ કરવા વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ અને મારા પાત્રને કારણે મેં ‘એસ્કેપ લાઇવ’ને પસંદ કર્યો છે. આ શો સોશ્યલ મીડિયા પર ફોકસ કરે છે એથી હું એક્સાઇટેડ થઈ ગયો હતો. સોશ્યલ મીડિયા પર ઓળખ છુપાવી અથવા તો ઓળખ દેખાડી પોતાની જાતને એક્સપ્રેસ કરવાની ફ્રીડમ છે. કેટલીક વાર શું ખોટું અને શું સાચું એ વિશે સવાલો કરવામાં આવે છે. આ જ કારણસર મને આ શો પસંદ પડ્યો છે.’