સેટ પર પણ સમય મળતાં તે બુક વાંચતી જોવા મળે
મુગ્ધા ચાપેકર
‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહેલી મુગ્ધા ચાપેકરનું કહેવું છે કે તેના ઘરમાં બુક વધી ગઈ હોવાથી તેણે ઘરને થોડું રીડિઝાઇન કરવું પડ્યું છે. આ શોમાં તે પ્રાચીનું પાત્ર ભજવી રહી છે. સેટ પર પણ સમય મળતાં તે બુક વાંચતી જોવા મળે છે. આ વિશે વધુ વાત કરતાં મુગ્ધાએ કહ્યું કે ‘હું એક એવી વ્યક્તિ છું જે ફ્રી ટાઇમમાં બુક વાંચે છે. ઇન્ટરેસ્ટિંગ નૉવેલ વાંચવાથી મને ખુશી મળે છે અને મારું સ્ટ્રેસ પણ દૂર થાય છે. મારું શૂટ શેડ્યુલ પણ એકદમ ટાઇટ હોય તો પણ હું બુક વાંચી લઉં છું. મારા પેરન્ટ્સ પાસેથી મને બુક વાંચવાનો શોખ વારસામાં મળ્યો છે. મને હંમેશાં ગિફ્ટમાં બુક મળતી હતી અને મારા કલેક્શનની મને ખુશી છે. મારી પાસે કેટલી બુક છે એનો નંબર તો મારી પાસે નથી, પરંતુ મારી બુક એટલી બધી વધી ગઈ કે મારે એને રીડિઝાઇન કરવું પડ્યું છે. મેં હાલમાં જ ફુલસાઇઝ બુકશેલ્ફ પણ ખરીદ્યું છે. મને ઇન્ડિયન અને યુરોપિયન હિસ્ટરી વિશે વાંચવું પંસદ છે. યુવલ નોઆ હરારીની ‘સેપિયન્સ’ અને મિશેલ ઓબામાની ‘બિકમિંગ’ મારી કરન્ટ ફેવરિટ છે.’