પ્રતીક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ ભવાઇને (Bhavai) લઇને જાણે જાતભાતની ભવાઇ થઇ ગઇ. પહેલાં ભવાઇ નામ હતું પછી રાવણ લીલા (Ravanleela) થયું અને પછી વિરોધોને પગલે ફરી તેનું નામ ભવાઇ કરાયું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ વિશેષ મુલાકાતમાં પ્રતીક ગાંધી અને ઐન્દ્રિતા રાયે (Aindrita Ray) માંડીને વાત કરી સાથે કામ કરવાના અનુભવ અંગે. પ્રતીકે કહ્યું કે વિરોધ થયો ત્યારે તેનો પરિવાર ભારે ચિંતિત હતો.