૮૬ વર્ષના ધર્મેન્દ્રને પીઠમાં અસહ્ય પીડા ઊપડતાં તેમને ગયા મહિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
					
					
ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાની અફવા ફેલાતાં તેઓ તંદુરસ્ત હોવાની માહિતી તેમના દીકરા સની દેઓલે આપી છે. ૮૬ વર્ષના ધર્મેન્દ્રને પીઠમાં અસહ્ય પીડા ઊપડતાં તેમને ગયા મહિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વિશે સની દેઓલે કહ્યું કે ‘મારા ડૅડીની તબિયત ગ્રેટ અને પૂરી રીતે સ્વસ્થ છે. તેઓ તંદુરસ્ત છે.’
બીજી તરફ લોકો દ્વારા ફેલાવવામાં આવતી અફવા પર નારાજગી વ્યક્ત કરતાં બૉબી દેઓલે કહ્યું કે ‘લોકો આવી અફવાઓ ફેલાવે છે એ દુ:ખદ છે. મારા પિતા મુંબઈમાં છે અને તેઓ પૂરી રીતે સ્વસ્થ છે.’
		        	
		         
        

