કંગના રનોટનું કહેવું છે કે બૉલીવુડમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જેને તે દોસ્ત કહી શકે. તે હાલમાં અર્જુન રામપાલ સાથેની તેની ‘ધાકડ’ને પ્રમોટ કરી રહી છે.
કંગના રનૌટ
કંગના રનોટનું કહેવું છે કે બૉલીવુડમાં કોઈ પણ વ્યક્તિ એવી નથી જેને તે દોસ્ત કહી શકે. તે હાલમાં અર્જુન રામપાલ સાથેની તેની ‘ધાકડ’ને પ્રમોટ કરી રહી છે. કંગના વર્ષોથી કહેતી આવી છે કે બૉલીવુડમાં તેને કોઈ સપોર્ટ નથી કરતું, પરંતુ તેની ફિલ્મને હાલમાં જ સલમાન ખાને પ્રમોટ કરી હતી. આ પ્રમોટ કર્યા બાદ પણ તે એવાં સ્ટેટમેન્ટ આપી રહી છે કે તેની દોસ્તીને લાયક બૉલીવુડમાં કોઈ નથી. તેણે હાલમાં જ એક યુટ્યુબર સાથે ફિલ્મને પ્રમોટ કરી હતી. આ વિડિયોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે તે એવી કઈ ત્રણ વ્યક્તિને રવિવારે તેના ઘરે બ્રન્ચ માટે બોલાવશે. આ વિશે જવાબ આપતાં કંગનાએ કહ્યું હતું કે ‘આ સેવાને લાયક તો બૉલીવુડમાં કોઈ નથી. ઘરે તો કોઈને નહીં બોલાવું. બહાર કશે મળી લો, પરંતુ ઘરે નહીં બોલાવું.’
બૉલીવુડમાં કોઈ ફ્રેન્ડ છે કે નહીં એ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘નહીં-નહીં. બિલકુલ નહીં. મેરા દોસ્ત બનવા લાયક આ લોકો છે જ નહીં. દોસ્ત બનાવવા માટે પણ ક્વૉલિફિકેશન જોઈએ છે.’