Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Mother`s Day 2019: અમિતાભ બચ્ચનનું નવું ગીત તમને કરી દેશે ભાવુક

Mother`s Day 2019: અમિતાભ બચ્ચનનું નવું ગીત તમને કરી દેશે ભાવુક

Published : 10 May, 2019 06:19 PM | Modified : 02 May, 2023 01:22 PM | IST | મુંબઈ
Abhisha Rajgor

Mother`s Day 2019: અમિતાભ બચ્ચનનું નવું ગીત તમને કરી દેશે ભાવુક

અમિતાભ બચ્ચન માતા તેજી બચ્ચન સાથે

અમિતાભ બચ્ચન માતા તેજી બચ્ચન સાથે


મા સાથે તમે કેટલા વર્ષો વિતાવ્યા છે તે નથી ગણાતું પરંતુ કેટલી ક્ષણો વિતાવી છે તેની ગણતરી થાય છે. આમ તો માતાના મહિમાને ઉજવવા માટે એક દિવસ પુરતો નથી. પરંતુ મધર્સ ડે આવી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચને એક ખાસ ગીત લઈને આવ્યા છે.

અમિતાભ બચ્ચન અને સુજીત સરકાર ખાસ `મા` ગીત માટે સાથે આવ્યા છે. અને આ ગીત ખૂબ જ હ્રદયસ્પર્શી છે. પિકુ અને પિંક બાદ અમિતાભ બચ્ચન અને સુજીત ફરી એકવાર આ ગીતથી સાથે આવ્યા છે. અનુજ ગર્ગના મ્યુઝિક અને પુનીત શર્માના શબ્દો સાથે આ ગીત માટે ખાસ મોન્ટાજ વીડિયો બનાવવામાં આવ્યો છે. માતાને સલામ કરતા આ ગીતને અમિતાભ બચ્ચને અવાજે એક અનેરી ઉંચાઈ આપી છે.

ગીત વિશે સુજીત સરકાર વાત કરતા કહે છે કે, "આ ગીત માત્ર એવા જ લોકો માટે નથી જેમણે પોતાના માતાને ગુમાવ્યા છે, પરંતુ એવા લોકો માટે પણ છે જેઓ નસીબદાર છે કે તેઓ હજુ પણ તેમની માતા સાથે છે. આ વિચાર મને મ્યુઝિક સાથે આવ્યો હતો. અનુજે આ મ્યુઝિક તેમના પત્નીને બર્થ ડે પર ખાસ સરપ્રાઈઝ આપવા માટે તૈયાર કર્યું અને મને સંભળાવ્યું. ગીતમાં તેના નાના દીકરા યજતનો અવાજ છે અને આ વીડિયોમાં પણ તેનો અવાજ છે. મે આ મ્યુઝિક પર મોન્ટાજ વીડિયો બનાવવાનું વિચાર્યું, કારણ કે મને મ્યુઝિક બહુ જ ગમ્યું હતું. મને એમ લાગ્યું કે આ ગીતના લિરીક્સ સાથે અમિતાભ બચ્ચન સિવાય કોઈ ન્યાય નહીં આપી શકે. મે એમને શરૂઆતમાં તેમની માતા સાથેના ફોટોસ અને એક નાની વીડિયો ક્લિપ મોકલી. તેમને આ વિચાર પસંદ આવ્યો. મારા માટે આ પાવરફુલ ક્ષણ હતી. હું માતાને એક બાળક અને એક એવા વ્યક્તિ પાસેથી અંજલિ અપાવી રહ્યો હતો જેણે જિંદગીના અનેક દાયકાઓ જોઈ નાખ્યા છે. ઉંમર કોઈ પણ હોય, આપણે માતાને હંમેશા યાદ કરીએ છે."


આ પણ વાંચોઃ સ્ક્રિન પર પહેલી વાર બીગ-બી અને ઈમરાન હાશ્મી એકસાથે દેખાશે



આ ગીત એક લાગણીસભર યાત્રા સમાન છે. અને તે તમને તમારી માતાની યાદ જરૂરથી અપાવશે.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2023 01:22 PM IST | મુંબઈ | Abhisha Rajgor

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK