Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Hardik Patel: કેસરિયા રંગમાં રંગાયા હાર્દિક પટેલ 

Hardik Patel: કેસરિયા રંગમાં રંગાયા હાર્દિક પટેલ 

Published : 02 June, 2022 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હાર્દિક પટેલે કહ્યું કે મેં આજદિન સુધી પદના લોભમાં ક્યાંય પણ કોઈ પ્રકારની માંગણી કરી નથી. મેં કોંગ્રેસ પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામની વ્યાખ્યામાં જોડાઈ રહ્યો છું.

 હાર્દિક પટેલ

હાર્દિક પટેલ


કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ(Hardik Patel)આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પક્ષનું સભ્યપદ લીધું છે. જોડાતા પહેલા હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે `રાષ્ટ્રહિત, રાજ્ય હિત, જનહિત અને સામાજિક હિતની લાગણી સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. ભારતના સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ઉમદા કાર્યમાં હું નાના સૈનિક તરીકે કામ કરીશ.`


હું પદનો લોભી નથીઃ હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે મેં આજદિન સુધી પદના લોભમાં ક્યાંય પણ કોઈ પ્રકારની માંગણી કરી નથી. મેં કોંગ્રેસ પણ કામ માંગીને છોડી અને ભાજપમાં પણ કામની વ્યાખ્યામાં જોડાઈ રહ્યો છું. નબળા લોકો પદની ચિંતા કરે છે. મજબૂત લોકો ક્યારેય પદની ચિંતા કરતા નથી.





કોંગ્રેસ પાર્ટીથી નારાજ નેતાઓને ભાજપમાં સામેલ કરીશુંઃ હાર્દિક
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં દર 10 દિવસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્યો, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યોને જોડવામાં આવશે.


તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલે 18 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી પહેલા તેમનું આ પગલું કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. કોંગ્રેસ છોડતા પહેલા હાર્દિકે પાર્ટી ચીફ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કોંગ્રેસ પાર્ટીની નીતિ અંગે ઉગ્ર વાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2022 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK