Gujarati Mid-day
° °

ઇ-પેપર

ઇ-પેપર

Gujarati Mid-day
ઇ-પેપર

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન

આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન

Published : 29 March, 2022 07:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઇરિશ શો ‘બ્લડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બનવા જઈ રહ્યું છે. આયરલૅન્ડનો આ એક​ થ્રિલર-મિસ્ટરી શો છે જેને મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે.

આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન

આઇરિશ શો ‘બ્લડ’નું બનશે ઇન્ડિયન વર્ઝન


આઇરિશ શો ‘બ્લડ’નું હવે ઇન્ડિયન વર્ઝન બનવા જઈ રહ્યું છે. આયરલૅન્ડનો આ એક​ થ્રિલર-મિસ્ટરી શો છે જેને મિહિર દેસાઈ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. શો રનર તરીકે ગુરમીત સિંહ જોવા મળશે જેને ડ્રીમર્સ ઍન્ડ ડોયર્સ કંપની (રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. ​ઇન્ડિયન વર્ઝનનું પણ આ જ નામ રાખવામાં આવશે. શોફી પેટ્ઝેલે લખેલા આ શોની પહેલી સીઝનને ૨૦૧૮ના નવેમ્બરમાં ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સ્ટોરી એક ફૅમિલીની છે. આ ફૅમિલીમાં મમ્મીનું તેના ઘરમાં મૃત્યુ થાય છે. તે પડી જાય છે અને માથામાં પથ્થર વાગી તેનું મૃત્યુ થાય છે. જોકે દીકરીને લાગે છે કે તેની મમ્મીનું મૃત્યુ એક અકસ્માત નહીં, પરંતુ તેના પિતાનો હાથ હોઈ શકે છે. આથી તે સત્ય શું છે એની શોધ કરે છે. જોકે આ શોમાં લીડ પાત્રમાં હિરોઇન જ રાખે છે કે પછી એને હીરોના પાત્રમાં કન્વર્ટ કરે છે એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2022 07:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK