સુપ્રિયા પાઠકનું કહેવું છે કે ‘હોમ શાંતિ’ દરેક ઘરની કહાની છે.
સુપ્રિયા પાઠકનું કહેવું છે કે ‘હોમ શાંતિ’ દરેક ઘરની કહાની છે
સુપ્રિયા પાઠકનું કહેવું છે કે ‘હોમ શાંતિ’ દરેક ઘરની કહાની છે. ડિઝની + હૉટસ્ટાર પર આ શોને છઠ્ઠી મેએ સ્ટ્રીમ કરવામાં આવશે. આ એક એવી સ્ટોરી છે જેમાં એક ફૅમિલી પોતાનું સપનાનું ઘર બનાવવા માગતી હોય છે. આ શોમાં તેઓ સરલાનું પાત્ર ભજવી રહ્યાં છે. આ વિશે જણાવતાં સુપ્રિયા પાઠકે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે ‘હોમ શાંતિ’ ઘર-ઘરની સ્ટોરી છે. આ શોમાં એવી ઘણી વાત હશે જે મારા જીવનમાં થઈ છે અને સરલાની લાઇફમાં પણ થઈ છે. મારો કહેવાનો મતલબ છે કે તમારાં બાળકો સાથેની રિલેશનશિપ, તમારા હસબન્ડ સાથેની રિલેશનશિપ વગેરે. એકબીજાને સરપ્રાઇઝ આપવી વગેરે જેવી સામાન્ય વાતો ફૅમિલીમાં હંમેશાં જોવા મળતી હોય છે. મારી પર્નસલ લાઇફમાં આવા ઘણા સંજોગો આવ્યા હતા અને ત્યાર બાદ મને સરલા દ્વારા એને શોમાં રજૂ કરવાની તક મળી. તમારા પ્રિયજનને સરપ્રાઇઝ આપવામાં આવે તો તેને એ ખૂબ જ પસંદ પડે છે અને એ આ શોમાં અને રિયલ લાઇફમાં પણ જોવા મળે છે.’