કોમેડિયન ક્રિસ રોકે 94માં ઓસ્કાર એવોર્ડ (Oscar Award 2022)સમારોહ દરમિયાન વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની ટાલ પડવાની મજાક ઉડાવી હતી, જે જોઈને મામલો એટલો ગરમ થઈ ગયો હતો કે સ્મિથે સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી હતી.
તસવીર: AFP
કોમેડિયન ક્રિસ રોકે 94માં ઓસ્કાર એવોર્ડ (Oscar Award 2022)સમારોહ દરમિયાન વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની ટાલ પડવાની મજાક ઉડાવી હતી, જે જોઈને મામલો એટલો ગરમ થઈ ગયો હતો કે સ્મિથે સ્ટેજ પર જઈને ક્રિસને થપ્પડ મારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એવી રીતે વાયરલ થયો કે વિલ સ્મિથ ટોપ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયો. કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક આ ઘટના માટે ક્રિસ રોકને જવાબદાર ઠેરવી રહ્યા છે.
View this post on Instagram
ADVERTISEMENT
શું છે મામલો?
ક્રિસ રોકે વિલની પત્ની ઝેડા પિંકેટની ટાલ પર ટિપ્પણી કરી અને ગુસ્સે થયો. ખરેખર, ઝેંડાને એલોપેસીયાની બીમારી છે, જેના કારણે માથામાં એક જગ્યાએથી વાળ સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. ક્રિસે ઓસ્કાર સ્ટેજ પર કહ્યું કે તેને ટાલ પડવાના કારણે ફિલ્મ `GI, Gen 2`માં કાસ્ટ કરવામાં આવી. વિલ માટે આ ખૂબ જ ખરાબ હતું. જીઆઈ જેન 1997ની ફિલ્મ હતી. તેમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેત્રી ડેમી મૂરે પોતાનું માથું મુંડન કરાવ્યું હતું. આ મામલે અનેક લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે, ત્યારે બૉલીવુડના કેઆરકેએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
દરેક મામલાઓ પર પોતાની પ્રતિક્રિયા આપનારા કેઆરકેએ આ મામલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, મારુ માનવું છે કે વિલ સ્મિથે એકદમ ઠીક કર્યુ છે. કોઈની પત્નીની બિમારી પર મજાક કરવાનો હક કોઈને પણ નથી.