એક અઠવાડિયા પછી વિલિયમ પોતાનો 72મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાના હતા, પણ તે પહેલા જ તેમણે વિશ્વને અલવિદા કહી દીધું. જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, તે સમયે આખો પરિવાર ત્યાં હાજર હતો.
RIP
અભિનેતા વિલિયમ હર્ટ (તસવીર સૌજન્ય મિડ-ડે)
ઑસ્કર વિનિંગ હૉલિવૂડ અભિનેતા વિલિયમ હર્ટનું 71ની વયે નિધન (13 માર્ચ) થઈ ગયું છે. તેઓ `એ હિસ્ટ્રી ઑફ વાયોલેન્સ` અને `દ બિગ ચિલ` જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છે. તેમના નિધન બાદ દીકરાએ નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે એક અઠવાડિયા પછી વિલિયમ પોતાનો 72મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાના હતા, પણ તે પહેલા જ તેમણે વિશ્વને અલવિદા કહી દીધું. જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા, તે સમયે આખો પરિવાર ત્યાં હાજર હતો.
US મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે વિલિયમ હર્ટના દીકરાએ નિવેદન જાહેર કર્યું છે, "હર્ટ પરિવાર આ ખૂબ જ દુઃખ સાથે જણાવી રહ્યું છે કે વિલિયમ હર્ટ, પ્રેમાળ પિતા અને ઑસ્કર વિજેતા એક્ટરે પોતાના 72મા જન્મદિવસના એક અઠવાડિયા પહેલા 13 માર્ચ 2022ને વિશ્વને અલવિદા કહી દીધું. આનું કારણ નેચરલ હતું. તેમણે પરિવાર વચ્ચે શાંતિથી અંતિમ શ્વાસ લીધા."
ADVERTISEMENT
વર્ષ 2018માં વિલિયમને ટર્મિનલ પ્રૉસ્ટેટ કેન્સર ડાયગ્નોસ થયો હતો, પણ તેમના દીકરાના સ્ટેટમેન્ટમાં આ ક્લિયર નથી કે વિલિમયના નિધનમાં આ કારણ સામેલ છે કે નહીં.
વિલિયમ હર્ટે અનેક બહેતરીન ફિલ્મોમાં કામ કર્યું. આમાં `Gorky Park`, `Until the End of the World`, `Alice` જેવી ફિલ્મ સામેલ છે. તેમને 1985માં `Kiss of the Spider Woman` માટે બેસ્ટ એક્ટર ઑસ્કર એવૉર્ડ મળ્યો હતો.