તાજેતરમાં જ એકવાર ફરી ઐશ્વર્યા પાય બચ્ચનને તાજેતરમાં જ મુંબઈ ઍરપૉર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પૉટ કરવામાં આવી, જ્યાં તે આરાધ્યાનો હાથ પકડેલી જોવા મળી.
ફાઈલ તસવીર
દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ને પ્રૉટેક્ટ કરવા પર અનેક વાર યૂઝર્સે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ને પ્રશ્નો પણ કર્યા છે, તો કેટલાકે પોતાની દીકરી પ્રત્યેના પ્રેમના વખાણ પણ કર્યા છે. તાજેતરમાં જ એકવાર ફરી ઐશ્વર્યા પાય બચ્ચનને તાજેતરમાં જ મુંબઈ ઍરપૉર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પૉટ કરવામાં આવી, જ્યાં તે આરાધ્યાનો હાથ પકડેલી જોવા મળી.
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) પોતાની દીકરી આરાધ્યા બચ્ચન ( Aaradhya Bachchan)ને લઈને કેટલી પ્રૉટેક્ટિવ છે, આ વાત કોઈનાથી છૂપાયેલી નથી. જ્યારે પણ ઐશ્વર્યા, આરાધ્યા સાથે ક્યાંય પણ સ્પૉટ થાય છે, તો તે હંમેશાં તેનો હાથ પકડેલી જોવા મળે છે. અનેક વાર યૂઝર્સ તેના આ વર્તન પર પ્રશ્નો ઉઠાવે છે, તો કેટલાક તેના દીકરી પ્રત્યેના પ્રેમના વખાણ પણ કરે છે. તાજેતરમાં જ ફરી એકવાર આવું જ જોવા મળ્યું. ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં જ મુંબઈ ઍરપૉર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પૉટ થઈ, જ્યાં તે આરાધ્યાનો હાથ પકડીને ચાલતી જોવા મળી.
ADVERTISEMENT
View this post on Instagram
ઐશ્વર્યા કોઈ ઇવેન્ટમાં ગઈ હોય કે બીજે ક્યાંક, તે જ્યારે પણ દીકરી આરાધ્યા સાથે હોય છે તે હંમેશાં પ્રૉટેક્ટિવ જોવા મળી છે. દીકરીને આ રીતે પ્રૉટેક્ટ કરવા પર ઘણીવાર ઐશ્વર્યાને યૂઝર્સે ટ્રોલ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ ઐશ્વર્યા આ બધી વસ્તુઓ પર ક્યારેય ધ્યાન આપતી નથી. સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર ઐશ્વર્યા, પોતાની આરાધ્યા સાથેની તસવીરો શૅર કરે છે.