31 May, 2022 11:10 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
મારી એજ ૨૪ વર્ષ છે. હું અનમૅરિડ છું. મારી હાઇટ પાંચ ફુટ ૩ ઇંચ છે. કૉલેજ શરૂ થઈ ત્યારથી મને મૅસ્ટરબેશનની આદત પડી ગઈ છે. જો હું ઇરાદાપૂર્વક એ ટાળવાની કોશિશ કરું તો રાતે ઊંઘમાં જ મારો હાથ નિપલ પર કે પછી ફિંગરિંગ કરવા વજાઇના પાસે જતો રહે અને ખબર પણ ન પડે. ફ્રેન્ડનુંં કહેવું છે કે મેં વર્ષો પહેલાં આવું કર્યું હોવાથી મારી હાઇટ જોઈએ એટલી વધી નથી. તેનું કહેવું છે કે રાઇટ હૅન્ડથી જ મૅસ્ટરબેશન કરવું જોઈએ, પણ હું લેફ્ટી છું. કૉન્શ્યસ થવાનો પ્રયત્ન કર્યો છે કે જાગતી હોઉં ત્યારે તો મૅસ્ટરબેશન ન જ કરું, પણ ઊંઘમાં જ થઈ જતું હોય તો મારે શું કરવું? શું હું આ આદત છોડવાથી હાઇટ વધે ખરી?
કાંદિવલી
ખોટી માન્યતાઓ છોડો, નહીં તો તમે સાચે જ બહુ હેરાન થશો. તમારા સવાલનો જવાબ પહેલાં આપું. ઊંચાઈ અને મૅસ્ટરબેશનને સીધો કોઈ સંબંધ નથી. હાઇટ હેરિડિટરી છે. યોગ્ય ન્યુટ્રિશ્યન અને એક્સરસાઇઝથી એમાં થોડો વધારો કરી શકાય છે, પણ એ ચેન્જ વ્યક્તિની પ્યુબર્ટી-એજ હોય ત્યારે જ થઈ શકે છે. એવું કહેવાય છે કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ શરૂ થયા પછી હાઇટ વધવાનું ઘટી જાય છે જેના માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે.
છોકરીઓમાં પ્યુબર્ટીની શરૂઆતમાં જ હાઇટ ખૂબ વધે છે. તમે મૅસ્ટરબેશન કરવાનું ચાલુ કર્યું એટલે હાઇટ વધતી અટકી ગઈ એ કો-ઇન્સિડન્ટ માત્ર છે. મૅસ્ટરબેશન જમણા હાથે કરો કે ડાબા હાથે, એનાથી ફિઝિકલી કોઈ ફરક પડતો નથી. તમે મૅસ્ટરબેશન નહીં કરો તોય તમારી હાઇટ જે છે એ જ રહેવાની છે. તમે જમણા હાથે કરશો તો પણ એમ જ રહેશે. યુવાનીના કાળમાં હૉર્મોન્સ પીક પર હોય છે એટલે સ્વાભાવિકપણે વ્યક્તિ ઊંઘમાં પણ એક્સાઇટમેન્ટ અનુભવે, પણ એનાથી તમારી હેલ્થ કે હાઇટને કોઈ નિસબત નથી એટલે મૅસ્ટરબેશન વિના સંકોચે કરો અને જો મજા આવતી હોય તો એનો આનંદ લો.
હવે હાઇટ વધે એવા ચાન્સિસ ઓછા છે. છતાં પણ તમારે ટ્રાય કરવી હોય તો તમે પ્રોટીન અને કૅલ્શિયમયુક્ત ફૂડ લો અને મસલ્સ સ્ટ્રેચ થાય એવી કસરતો કરો. ઍક્ટિવિટી વધારશો તો બૉડી સ્ટ્રૉન્ગ થશે અને જો સ્કોપ હશે તો હાઇટ પણ વધશે.