05 June, 2022 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિજય બાદ ટ્રોફી સાથે ઇગા સ્વૉનટેક
બે વર્ષ પહેલાં તેણે પ્રથમ વખત આ ટાઇટલ જીતીને તમામને ચોંકાવી દીધા હતા. આ સાથે જ તેણે સતત ૩૫ મૅચ જીતીને સેરેના વિલિયમ્સના રેકૉર્ડની બરાબરી કરી હતી, જે તેણે ૨૦૦૦માં બનાવ્યો હતો. જો તે હજી એક વધુ જીત મેળવશે તો મોનિકા સેલેસના ૧૯૯૦માં ૩૬ મૅચના રેકૉર્ડની તેમ જ ત્યાર બાદ વધુ એક જીતશે તો માર્ટિના હિંગિસના ૩૭ મૅચ જીતવાના રેકૉર્ડની બરાબરી કરશે. આ વિજય તેનું આ વર્ષનું છઠ્ઠું ટાઇટલ છે. દરમ્યાન તે દોહા, ઇન્ડિયન વેલ્સ, મિયામી, સ્ટુગર્ટ અને રોમ ટાઇટલ જીતી છે.
બીજી તરફ કોકો ગાઉફ ફાઇનલમાં પહોંચનારી ત્રીજા ક્રમાંકની યુવા ખેલાડી હતી. જોકે મૅચ દરમ્યાન ઇગા જ પ્રભાવી રહી હતી.
35
ઇગાની આટલામી જીત હતી. આ સાથે તેણે સેરેના વિલિયમ્સના રેકૉર્ડની બરાબરી કરી છે.