05 June, 2022 10:04 AM IST | London | Gujarati Mid-day Correspondent
તાજનો ક્લોઝઅપ
બ્રિટનનાં રાણીએ ડઝનેક વખત પહેરેલો ક્રાઉન અને તેમનાં આભૂષણોનું ઇંગ્લિશ રૉયલ ફૅમિલીના ઇતિહાસમાં ખાસ સ્થાન છે. ૧૭મી સદીના આ જ્વેલ્સના કલેક્શનમાં કુલ ૨૩,૦૦૦થી વધારે ડાયમન્ડ્સ, સેફાયર અને રુબી છે, જેને પબ્લિક દૂરથી જ જોઈ શકે છે. જોકે બીબીસીની નવી ડૉક્યુમેન્ટરી માટે અલ્ટ્રા હાઈ-ક્વૉલિટી કૅમેરાનો ઉપયોગ કરીને જુદી-જુદી જ્વેલરીનું વિડિયો-શૂટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં વર્ષમાં એક વખત સંસદના ઓપનિંગમાં પહેરવામાં આવતા ઇમ્પીરિયલ સ્ટેટ ક્રાઉનને પણ કવર કરવામાં આવ્યો છે. આ કલેક્શનમાં સૌથી વિવાદાસ્પદ આભૂષણ છે ૧૦૮ કૅરૅટનો કોહિનૂર ડાયમન્ડ. ઇમ્પીરિયલ સ્ટેટ ક્રાઉનમાં સેફાયર, એમરલ્ડ અને રુબી સહિત ૩૦૦૦ કીમતી સ્ટોન્સ છે. ૧૮૩૮માં આ ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો હતો. આ કલેક્શનમાં સૌથી જૂનું આભૂષણ સ્કૉટિશ ક્રાઉન છે, જે લગભગ ૧૬મી સદીનો છે.