13 December, 2023 04:03 PM IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ સ્થિત આરએસએસ ઑફિસને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. આ ધમકી સંઘ સાથે જોડાયેલા ડૉ. નીલકંઠ મણિ પુજારી વૉટ્સએપને પર મળી છે. ત્રણ ભાષાઓમાં મોકલવામાં આવેલા સંદેશમાં લખનઉ, નવાબગંજ સિવાય કર્ણાટક ચાર સ્થળોને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. ડૉ. નીલકંઠે મડિયાંવ થાણાંમાં કેસ નોંધાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, રવિવારે રાજધાનીમાં અલીગંજ સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ઑફિસને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળવાથી માહોલ ગરમાયું છે. ધમકીભરેલ આ સંદેસો સોશિયલ મીડિયા પર અલીંગજના રહેવાસી ડૉ. નીલકંઠ મણિ પુજારીને મોકલવામાં આવ્યો. મેસેજમાં લખનઉ, નવાબગંજ સિવાય કર્ણાટક ચાર સ્થળોને બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે.
આ મામલે ડૉ. નીલકંઠે મડિયાંવ થાણાંમાં ફરિયાદ નોંધાવતા કેસ નોંધાવ્યો છે. પોલીસ મેસેજ મોકલનારની શોધ માટે સાઇબર ક્રાઈમ સેલ તેમજ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ રહી છે.
અલીગંજ સેક્ટર એન રહેવાસી ડૉ. નીલકંઠે કહ્યું કે તે સુલ્તાનપુર સ્થિત એક મહાવિદ્યાલયમાં પ્રૉફેસર છે. તે અલીગંજ સેક્ટર-ક્યૂ સ્થિત સંઘની ઑફિસ સાથે પણ જોડાયેલા છે અને જૂના સ્વયંસેવક પણ છે. તેમણે જણાવ્યું કે રવિવારે બપોરે તેમને વૉટ્સએપ પર ત્રણ ભાષાઓ હિંદી, કન્નડ અને અંગ્રેજીમાં એક સંદેશ આવ્યો છે. આમાં આપવામાં આવેલી લિંક ખોલીને ગ્રુપ સાથે જોડાવા માટે કહેવામાં આવ્યું હતું, પણ નંબર વિદેશી હોવાને કારણે તેમણે લિંક ખોલી નહીં. ત્યાર બાદ તેમને વધુ ત્રણ મેસેજ આવ્યા. આમાં યૂપી તેમજ કર્ણાટકના છ સ્થળોને રવિવારે રાતે આઠ વાગ્યે બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી હતી. આમાં અલીગંજના સેક્ટર ક્યૂ સ્થિત સંઘની ઑફિસ પણ હતી.
પ્રભારી નિરીક્ષક મડિયાંવ અનિલ કુમારે જણાવ્યું કે નીલકંઠ મણિ પુજારીની તહરીર પર કેસ નોંધવામાં આવ્યો છે. ઉચ્ચાધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓને પણ આની સૂચના આપવામાં આવી છે. જો કે, ધમકીમાં આપવામાં આવેલા સમયે કોઈપણ અણબનાવ બન્યો નથી. એવામાં શંકા છે કે કોઈકે મશ્કરી કરવાના હેતુથી આ મેસેજ મોકલેલો હોવો જોઈએ. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.