બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
નુપુર શર્મા
બીજેપી નેતા નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ વિશેની ટિપ્પણીના મામલે ઈસ્લામિક દેશો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઈરાન દ્વારા પ્રોફેટ વિરુદ્ધ કથિત દુઃખદાયક ટિપ્પણીની નિંદા કરવામાં આવી છે. જો કે, સાઉદીએ ભાજપના પગલાને આવકાર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેના બંને નેતાઓ વિરુદ્ધ કડક પગલાં લીધા છે અને બંને નેતાઓએ પોતાના નિવેદનો પણ પાછાં ખેંચી લીધાં છે.
- વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, સાઉદી અરેબિયાએ બીજેપી પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીને અપમાનજનક ગણાવી અને માન્યતાઓ અને ધર્મોનું સન્માન કરવાનું કહ્યું.
- કતાર, કુવૈત અને ઈરાને આ મામલે રવિવારે સાઉદી અરેબિયા સમક્ષ ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા. દોહામાં ભારતીય રાજદૂતને વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને એક સત્તાવાર વિરોધ પત્ર સોંપવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે `કતાર ભારત સરકાર પાસેથી જાહેર માફીની અપેક્ષા રાખે છે અને આ ટિપ્પણીઓની તાત્કાલિક નિંદા કરે છે.
- ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા વ્યાપારને વેગ આપવા માટે ભારતીય વ્યાપારી નેતાઓ સાથે સમૃદ્ધ ગલ્ફ રાજ્યની ઉચ્ચ પ્રોફાઇલ મુલાકાત વચ્ચે કતારની નિંદા કરવામાં આવી છે.
- કતારની જેમ પડોશી દેશ કુવૈતે પણ ભારતના રાજદૂતને બોલાવીને આ પ્રતિકૂળ નિવેદનો માટે જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. કુવૈતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂતને રવિવારે બોલાવવામાં આવ્યા હતા અને એશિયા બાબતોના સહાયક વિદેશ પ્રધાને તેમને સત્તાવાર વિરોધ નોંધ સોંપી હતી, જેમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાની ટિપ્પણીની સ્પષ્ટ નિંદા કરવામાં આવી હતી.
- પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પણ ભારતના શાસક પક્ષના નેતા દ્વારા ઇસ્લામના પયગંબર વિરુદ્ધ કથિત દુઃખદાયક ટિપ્પણીની નિંદા કરી હતી. શાહબાઝે ટ્વીટ કર્યું, "મારા પ્રિય પયગંબર વિશે ભારતના બીજેપી નેતાની દુ:ખદાયક ટિપ્પણીની હું સખત નિંદા કરું છું."આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો છે કે ભારતની વર્તમાન સરકાર ધાર્મિક સ્વતંત્રતા અને વિશેષ રૂપથી મુસ્લિમોના અધિકારોને કચડી રહી છે.
- બીજેપીએ તેના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે જ્યારે દિલ્હીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પ્રોફેટ વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
- છેલ્લા સપ્તાહમાં એક ટીવી ચેનલ પર ચર્ચા દરમિયાન ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ કથિત રીતે પયગંબર મોહમ્મદનું અપમાન કર્યુ હતું. જ્યારે અન્ય એક બીજેપી નેતાએ પયગંબર મોહમ્મદ વિશે ટ્વિટ કર્યુ હતું.
- વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં સંકટ વધુ ઘેરાયેલું છે. કાનપુરમાં શુક્રવારની નમાજ બાદ બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 40 લોકો ઘાયલ થયા છે.
- ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે આ મામલામાં કહ્યું હતું કે, `ભાજપ કોઈપણ ધર્મના ઉપાસકોનું અપમાન સ્વીકારતું નથી. કોઈપણ ધર્મ કે સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડતો કોઈપણ વિચાર સ્વીકાર્ય નથી.`
- કોંગ્રેસે બીજેપીના આ નિવેદનને માત્ર છળકપટ ગણાવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે ભાજપ દ્વારા પાર્ટીના નેતાઓ પર કરાયેલી કાર્યવાહી માત્ર ડેમેજ કંટ્રોલ છે.