20 December, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલી 12મા ધોરણની પરીક્ષાના પરિણામોની વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે મહારાષ્ટ્ર બોર્ડે બારમા ધોરણની પરિણામની તારીખ જાહેર કરી છે. વિદ્યાર્થીઓ આવતી કાલે બપોરે 1 વાગ્યે ધોરણ 12નું પરિણામ ઓનલાઈન જોઈ શકશે. રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ આ વર્ષે ઑફલાઇન લેવામાં આવી હતી. આ વર્ષે કોરોના કાબુમાં હોવાથી 10મા અને 12માની પરીક્ષાઓ ઓફલાઈન લેવામાં આવી હતી. ત્યાર બાદથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા.
12મા ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા
બારમાની બોર્ડની પરીક્ષા 4 માર્ચે શરૂ થઈ હતી અને 7 એપ્રિલે પૂરી થઈ હતી. રાજ્યમાં 14 લાખ 85 હજાર 826 વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી. 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ મેના છેલ્લા સપ્તાહમાં અથવા જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ mahresult.nic.in પર પરિણામ જોઈ શકશે.