07 June, 2022 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ પોલીસ (ફાઈલ તસવીર)
બૉલિવૂડ સુપર સ્ટાર સલમાન ખાનને મળેલી ધમકી મામલે મુંબઈ પોલીસે તપાસ ઝડપી કરી દીધી છે. 8 ટીમ સતત આ મામલે કડીઓ શોધવામાં લાગેલી છે. બાન્દ્રા વિસ્તારમાં લાગેલા 200 CCTVની તપાસ બાદ કેટલાક શંકાસ્પદની ખબર પડી છે, પણ અત્યાર સુધી કોઈને પણ પકડવામાં આવ્યા નથી. જે CCTV ફુટેજની તપાસ થઈ રહી છે, તેમાં ગેલેક્સી અપાર્ટમેન્ટમાં લાગેલા કેમેરા પણ સામેલ છે.
અભિનેતાના પિતા સલીમ ખાને પણ મુંબઈ પોલીસ કમિશનર સાથે વાત કરીને આ મુદ્દે અપડેટ લેવામાં આવી છે. આ વચ્ચે સલમાન ખાન પોતાના શૂટના સિલસિલે મુંબઈથી હૈદરાબાદ ગયા છે. શૂટિંગના દરમિયાન અભિનેતાને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રો પ્રમાણે, સલમાનના હૈદરાબાદ જતા પહેલા શેરાની ટીમ હૈદરાબાદ પહોંચી ચૂકી છે.
આ વચ્ચે ન્યૂઝ એજન્સી ANIમાં દિલ્હી પોલીસના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે બિશ્નોઈએ પૂછપરછમાં સલમાનને ધમકીભર્યા પત્ર મોકલવાની વાત ફગાવી છે. તેણે કહ્યું છે કે તેને કોઈ ધમકી આપી છે અને ન તો એવો કોઈ લેટર મોકલાવ્યો છે.
બિશ્નોઈ સાથે મુંબઈ પોલીસ આજે કરી શકે છે પૂછપરછ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ત્રણ ટીમોને આ મામલે તપાસમાં લગાવ્યા છે. ટૂંક સમયમાં જ એક ટીમ આજે દિલ્હી પણ રવાના થશે. મુંબઈ પોલીસની ટીમ હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કસ્ટડીમાં રહેલા ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માગે છે. જરૂર પડી તો તેને રિમાંડ પર ટૂંક સમયમાં જ મુંબઈ લાવવામાં આવી શકે છે.
દિલ્હી પોલીસે પણ કરી બિશ્નોઈની પૂછપરછ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પણ આ મામલે લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસ સૂત્રો પ્રમાણે સલમાન ખાનના ઘરની બહાર મળેલા ધમકીભર્યા પત્રને સિલસિલે લૉરેન્સ બિશ્નોઇને પોલીસે સવાલ કર્યા, તેની આ મામલે આજે ણ વરિષ્ઠ અધિકારીઓ પૂછપરછ કરશે.
પત્રની તપાસ સતત ચાલુ
મુંબઈ પોલીસે આ વાતની પણ પુષ્ઠિ કરી છે કે સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રમાં અંતે GBઅને LB લખવામાં આવ્યું હતું. જેનો અર્થ ગોલ્ડી બરાર અને લૉરેન્સ બિશ્નોઈ થશે શકે છે, પણ આ પત્ર ખરેખર બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે કે કોઈએ મશ્કરી કરી છે, એ પણ સ્પષ્ટ થયું નથી.
આ રીતે મળ્યો ધમકીભર્યો પત્ર
આ મામલો રવિવારે સવારે ત્યારે સામે આવ્યો હતો જ્યારે સલમાન ખાનના પિતા સલીમ મૉર્નિંગ વૉક પર ગયા હતા. વૉક બાદ સલીમ ખાનને અજ્ઞાત પત્ર મળ્યો હતો, જેમાં તેમને અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા લેટરમાં લખ્યું હતું તેરા મૂસેવાલા બના દેંગે સલમાન ખાન. ત્યાર બાદ સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મચારીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને બાન્દ્રા થાણાંમાં આ સંબંધે કેસ નોંધાવ્યો.
નોંધનીય છે કે તાજેતરમાં જ પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ધોળેદિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના પછી દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનું નામ મીડિયામાં ચર્ચાયું હતું. કાળું હરણ કેસ મામલે લૉરેન્સ બિશ્નોઇએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.