03 June, 2022 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એલન મસ્ક (ફાઈલ તસવીર)
Elon Muskની કંપની ટેસ્લા પોતાના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે અને લગભગ 10 ટકા કર્મચારીઓની છટણી થઈ શકે છે. મસ્કે ગ્લોબલ ઇકોનૉમીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લા (Tesla)ના સીઇઓ એલન મસ્ક (Elon Musk)નો કર્મચારિઓની છટણીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. એલન મસ્કે કહ્યું છે કે કાર બનાવનારી કંપની પોતાના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા ઘટાડો કરશે. સાથે જ વિશ્વભરમાં બધી નવી હાઇરિંગ પર પણ પ્રતિબંધ મૂકાઈ ગયો છે. તેમણે ગ્લોબલ ઇકૉનૉમીને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ઇકૉનૉમીની વર્તમાન સ્થિતિને જોતાં ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.
ટેસ્લાના અધિકારીઓને મોકલવામાં આવ્યો ઇમેલ
ગુરુવારે ટેસ્લાને અધિકારીઓને એક ઇન્ટરનલ ઇમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઇમેલ `વિશ્વમાં બધી નિયુક્તિઓ અટકાવવી` ટાઈટલ દ્વારા મોકલવામાં આવ્યો છે. ઇમેલની કૉપી ન્યૂઝ એજન્સી રૉયટર્સે જોઈ છે. જણાવવાનું કે મસ્કે આ અઠવાડિયાની શરૂઆતમાં ટેસ્લાના કર્મચારીઓને ઑફિસ પાછા ફરવા કે કંપની છોડવા માટે કહેવામાં આવ્યું હતું. મસ્ક પહેલા જ કહી ચૂક્યો છે કે કર્મચારીને ઓછામાં ઓછા 40 કલાક (દર અઠવાડિયે) ઑફિસમાં આવીને કામ કરવું પડશે નહીંતર તે નોકરી છોડી દે. મસ્કે મંગળવારે રાતે કર્મચારીઓને મોકલેલા એક અન્ય ઇમેલમાં લખ્યું હતું, "ટેસ્લામાં બધાને દર અઠવાડિયે ઑફિસમાં ઓછામાં ઓછા 40 કલાક પસાર કરવાના રહેશે. જો તમે નથી આવતા, તો અમે માની લેશું કે તમે રાજીનામું આપી દીધું છે."
મસ્ક ભારતમાં ટેસ્લાનું પ્લાન્ટ લગાડવા માગે છે
જણાવવાનું કે મસ્ક ભારતમાં ટેસ્લાનું પ્લાન્ટ લગાડવા માગે છે. જો કે, હજી આમાં અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ મસ્કે કહ્યું હતું કે ટેસ્લા તે જગ્યા પર પોતાનો કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નહીં લગાડે, જ્યાં તેને પહેલા કાર વેચવાની અને સર્વિસ આપવાની પરવાનગી ન મળે.