31 May, 2022 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની સ્પેશિયલ સીબીઆઇ કૉર્ટે 1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ મામલે આ મહિનાની શરૂઆતમાં ગુજરાતમાંથી ધરપકડાયેલ 4 આરોપીઓને સોમવારે 14 દિવસની ન્યાયિક અટકમાં મોકલ્યા છે. મુંબઈના રહેવાસી ચાર આરોપીઓના નામ અબુ બકર સૈયદ કુરૈશી, મોહમ્મદ શોએબ કુરૈશી અને મોહમ્મદ યૂસુફ ઇસ્માઇલ છે.
અમદાવાદના સરદારનગરથી થઈ હતી આતંકવાદીની ધરપકડ
ગુજરાત એટીએસે 12 મેના અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી એક સ્પેશિયલ સીક્રેટ માહિતી બાદ આ ચારેયની ધરપકડ કરી હતી. પછી તેમને કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (Central Bureau of Investigation)ને સોંપી દેવામાં આવ્યો હતો, જે 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટ (Mumbai Serial Blast)ની ઇન્વેસ્ટિગેશન કરે છે. ચારેય આરોપીઓને સોમવારે તેમની અટકનો સમય પૂરો થતા સીબીઆઇ ન્યાયાધીશ આરઆર ભોંસલે સામે રજૂ કરવામાં આવ્યા.
સીબીઆઇ અપીલને સ્પેશિયલ કૉર્ટે રદ કરી દીધું
સીબીઆઇએ તેમની ધરપકડ 14 દિવસ વધારે લંબાવવાની અરજી કરી. જો કે, કૉર્ટે સીબીઆઇની અરજી ફગાવી દીધી અને ચારેય આરોપીઓને ન્યાયિક અટકમાં મોકલી દીધા. આરોપી આ મહિનાની શરૂઆતમાં પકડાયા હતા. તે 29 વર્ષથી ફરાર હતા. આરોપીઓએ પોતાની ઓળખ છુપાવવા માટે ડુપ્લિકેટ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પાસપૉર્ટ પણ બનાવડાવ્યા હતા.
ઇન્ટરપોલે તેમની વિરુદ્ધ જાહેર કરી રેડ કૉર્નર નૉટિસ
ગુજરાત પોલીસના એક અધિકારીએ પહેલા કહ્યું હતું કે પ્રારંભિક તપાસ પહેલા ખબર પડી છે કે આ ચારેય 1993ના મુંબઈ સીરિયલ બૉમ્બ બ્લાસ્ટ મામલે આરોપી છે. અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇની રિક્વેસ્ટ પર ઇન્ટરપોલે તેની વિરુદ્ધ રેડ કૉર્નર નૉટિસ પણ જાહેર કરી હતી. માર્ચ 1993માં મુંબઈમાં થયેલા 12 સીરિયલ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા અને 1400થી વધારે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.