28 March, 2023 11:41 AM IST | Hambleton | Gujarati Mid-day Correspondent
વિશાળ જાફા કેક
કેક બનાવવાની ટીવી-સ્પર્ધા ધ ગ્રેટ બિટિશ બેક ઑફની ભૂતપૂર્વ વિજેતા ફ્રાન્સિસ ક્વીને યુકેની હેમ્બલ્ટન બેકરીમાં વિશાળ જાફા કેક બનાવીને નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. જાફા કેક ખરેખર કેક છે કે બિસ્કિટ એ વિવાદ ઘણા લાંબા સમયથી ચાલતો હતો. જોકે યુકેની કોર્ટમાં આ કેક બનાવતી કંપની એ ચૉકલેટના લેયર ધરાવતી કેક છે એવો કેસ જીતી ચૂકી છે. સમગ્ર મુદ્દે લોકોને વધુ સમજાય એ માટે બીબીસી-૪ દ્વારા આ પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું હતું. કેકની પહોળાઈ ૪ ફુટ ૦.૮ ઇંચ અને એનો સરફેસ એરિયા ૧૩ ફુટ ૨ ઇંચનો હતો. બેઝ બનાવવામાં માટે ૫.૬ કિલો ઈંડાં, ૬.૧ કિલો માખણ, ૬.૧ કિલો ખાંડ અને ૬.૧ કિલો ઘઉંનો લોટ અને ૨૦૦ ગ્રામ વૅનિલાનું મિશ્રણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બધું બેક થઈ ગયા બાદ બેઝને ૧૨ કિલો નારંગીની જેલી તેમ જ ત્યાર બાદ ૧૫ કિલો ડાર્ક ચૉકલેટ લગાવવામાં આવી હતી. એનું કુલ વજન ૮૦ કિલો થયું હતું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના એડિટર-ઇન-ચીફ ક્રેગ ગ્લેનડેને ચકાસણી માટે લંડનના પબમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આટલી મોટી હોવા છતાં જાફા કેક તૂટી નહોતી. એ નવો રેકૉર્ડ બન્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.