27 September, 2021 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
વર્લ્ડ ટૂરિઝમ ડે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન (UNWTO) 1970માં આ સંસ્થાના કાયદાઓ અપનાવવાની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન (UNWTO) એક સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે જે જવાબદાર, ટકાઉ અને સાર્વત્રિક રીતે સુલભ ટૂરિઝમને પ્રોત્સાહન આપે છે.
વર્લ્ડ ટૂરિઝમ ડેનો ઇતિહાસ
UNWTO ની સ્થાપના 1980માં આ દિવસે કરવામાં આવી હતી. ટૂરિઝમ કઈ રીતે વૈશ્વિક સ્તરે સામાજિક-સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને અસર કરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પર્યટનની ભૂમિકા પર જાગૃતિ લાવવા આ સંસ્થાની સ્થાપન કરવામાં આવી હતી.
વર્લ્ડ ટૂરિઝમ ડેનું મહત્ત્વ
વિશ્વ પ્રવાસન દિવસ પર, UNWTO લોકોને પર્યટન કરવા પ્રોત્સાહન કરે છે. “આ દિવસની ઉજવણી કરીને, અમે અમારી પ્રતિબદ્ધતા જણાવીએ છીએ કે, પર્યટન વધતા તેનો લાભ સૌથી મોટી એરલાઇનથી લઈને નાના કૌટુંબિક વ્યવસાય સુધી વ્યાપક અને વૈવિધ્યસભર ક્ષેત્રના દરેક સ્તરે અનુભવાય છે.” UNWTO ના મહાસચિવ ઝુરાબ પોલોલીકાશ્વિલીએ તેમના સત્તાવાર સંદેશમાં જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે પર્યટન ક્ષેત્ર વૈશ્વિક અર્થતંત્ર અને સમાજના લગભગ દરેક ભાગને આવરી લે છે, જે ઐતિહાસિક ઊંચા વર્ગના લોકોને અને સ્થાનિક વિકાસથી સંચિત લોકોને લાભ મેળવવામાં સક્ષમ બનાવે છે.
વર્લ્ડ ટૂરિઝમ ડેની થીમ
આ વર્ષે વિશ્વ પર્યટન દિવસની થીમ ‘ટૂરિઝમ ફોર ઇન્કલુસીવ ગ્રોથ’ છે. તેનો હેતુ પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને દરેક સંભવિત રીતે મદદ કરવાનો છે. UNWTOએ ઉદ્યોગો, પ્રવાસીઓ, યુએન એજન્સીઓ, સભ્ય દેશો અને બિન-સભ્યોને વિનંતી કરી છે કે “વિશ્વ ફરીથી ખૂલવાનું શરૂ કરે અને ભવિષ્ય તરફ નજર કરતાં કોઈ પણ પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા પર્યટનની અનન્ય ક્ષમતાની ઉજવણી કરો.”
પર્યટન પર કોરોનાનું ગ્રહણ
કોરોનાની હાલની પરિસ્થિતિમાં પ્રવાસ કરવો મુશ્કેલ બન્યો છે. દરેક દેશના પોતાના નીતિ-નિયમો અને ગાઈડલાઇન્સ છે. તેથી જો તમે આ સમયે પ્રવાસ કરતાં હોવ તો અમુક બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.
અમુક સ્થળો પર લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધો અને માર્ગદર્શિકા તપાસવી જરૂરી છે. ઉપરાંત વેક્સિનેશન સર્ટિફિકેટ, RTPCR જે પણ જરૂરી છે તે સાથે રાખવું પણ અત્યંત મહત્ત્વનું છે. આઈડી કાર્ડ, હેન્ડ સેનિટાઈઝર, ફેસ માસ્ક, વગેરે જેવી જરૂરી વસ્તુઓની યાદી તૈયાર કરો જે તમારે તમારી સલામત મુસાફરી માટે લઈ જવાની જરૂર છે.